લંડનઃ ડાયસ્પોરા સાથેના સંબંધો મજબૂત બનાવવા ભારતના રાજસ્થાનની રાજ્ય સરકારે એનઆરઆર (નોન રેસિડેન્ટ રાજસ્થાની) માટે એક અલગ ડાયસ્પોરા વિભાગની રચના કરી છે. આ વિભાગ દ્વારા રાજસ્થાનમાં મૂડીરોકાણ વધશે અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ થશે તેવી રાજ્ય સરકારને આશા છે. રાજસ્થાન સરકારે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ વિદેશોમાં વસતા રાજસ્થાનીઓને ભારતમાં નડતી સમસ્યાઓના ઉકેલ માટે કામ કરશે.
રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, આ વિભાગ દ્વારા ગ્લોબલ સ્ટેજ પર બ્રાન્ડ રાજસ્થાનને પ્રમોટ કરાશે. તેના દ્વારા પ્રવાસી રાજસ્થાની દિવસ, સન્માન સમારંભોનું આયોજન કરાશે અને ડાયસ્પોરા એસોસિએશનની નોંધણી માટે પોર્ટલનું સંચાલન થશે.

