ભારતમાં રૂ. 3676 કરોડના ડ્રગ્સના રેકેટમાં લંડનનો સંદીપ ધૂને માસ્ટરમાઇન્ડ

Tuesday 27th February 2024 11:15 EST
 

લંડનઃ ભારતના મહારાષ્ટ્રના પૂણે શહેરના પોલીસ વડાએ જણાવ્યું છે કે છેલ્લા 3 દિવસમાં પૂણે, દિલ્હી અને સાંગલીમાંથી ઝડપાયેલ રૂપિયા 3676 કરોડના મેફેડ્રોન પાછળના રેકેટનો માસ્ટર માઇન્ડ લંડનમાં રહેતો ભારતીય મૂળનો સંદીપ ધૂને છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 9 વ્યક્તિની ધરપકડ કરી છે.

રેકેટ પાછળનો માસ્ટર માઇન્ડ ગણાતો સંદીપ ધૂને લંડનમાં રહે છે. 2016માં પણ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે તેની પટણા ખાતેથી પૂણેમાંથી ઝડપાયેલા 150 કિલો મેફેડ્રોનના મામલામાં ધરપકડ કરી હતી. ત્યારબાદ ધૂને જામીન પર મુક્ત કરાયો હતો. ત્યારથી તે લંડન અને પૂણે આવનજાવન કરતો રહેતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter