ભારતમાં સ્કોચ વ્હિસ્કી, જિન સહિત ડ્રિન્ક્સની નિકાસ ૪૯.૨ ટકા વધી

Wednesday 17th April 2019 03:04 EDT
 
 

લંડનઃ ફેબ્રુઆરી ૨૦૧૯ના પુરા થતાં ગયા વર્ષમાં ભારતમાં સ્કોચ વ્હિસ્કી, જિન તથા અન્ય ડ્રિન્ક્સની નિકાસમાં ૪૯.૨ ટકાનો ઉછાળો આવ્યો હોવાનું યુકે ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ દ્વારા જણાવાયું છે. ભારતની માગમાં ‘જબ્બર ઉછાળો’ હોવાનું કહેતાં ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે તમામ નિકાસમાં ભારત સહિત અન્ય બિન-ઈયુ દેશો દ્વારા ૬૩.૪ ટકાનો હિસ્સો રહ્યો છે. ભારતમાં ડ્રિન્ક્સની નિકાસ ૪૯.૨ ટકાની વૃદ્ધિ સાથે ૧૭૯ મિલિયન પાઉન્ડની થવા જાય છે.

દુનિયાભરના લોકો ઉત્સવોના સમયગાળા અગાઉ લિકરનો સંગ્રહ કરતા હોવાથી બીવરેજિસની નિકાસમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં અંદાજે ૨૩ ટકાનો વધારો જોવાયો હતો, જે ૧૨ મહિનાની સરેરાશ કરતાં વધુ છે. બ્રેક્ઝિટના સંદર્ભે ભારતમાં નિકાસ પર ધ્યાન વધુ કેન્દ્રિત કરતા ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બ્રિટિશ જિન, વોડકા અને સ્કોચ વ્હિસ્કી સહિત સમગ્રતયા બીવરેજિસની ભારતમાં નિકાસ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીના વર્ષમાં ૮.૩ બિલિયન પાઉન્ડના શિખરે પહોંચી હતી, જે તેની અગાઉના વર્ષની સરખામણીએ સાત ટકા વધુ છે.

દરમિયાન, બ્રિટિશ ડ્રિન્ક્સની નિકાસ માટે યુએસ મોખરાનું સ્થાન ધરાવે છે, જે ૩.૯ ટકાની વૃદ્ધિ સાથે ૮.૩ બિલિયન પાઉન્ડ પર પહોંચી છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિયામ ફોક્સે જણાવ્યું હતું કે, ‘આંકડા દર્શાવે છે કે પડકારજનક આર્થિક વાતાવરણ હોવાં છતાં વિશ્વભરના લોકોએ ઉચ્ચ ગુણવત્તાસભર બ્રિટિશ નિકાસની માગણી ચાલુ રાખી છે.’ સ્કોચ વ્હિસ્કી એસોસિયેશનના સારાહ ડિક્શને માહિતી આપી હતી કે,‘ ગત વર્ષે સ્કોટલેન્ડથી દર સેકન્ડે સ્કોચ વ્હિસ્કીની ૪૧ બોટલ્સ વિશ્વના ૧૮૦ માર્કેટ્સમાં મોકલાતી હતી, જેનું નિકાસમૂલ્ય ૪.૭ બિલિયન પાઉન્ડ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter