ભારતવંશી નીલેશ સચદેવની લેન્ડ રજિસ્ટ્રીના ચેરમેનપદે નિયુક્તિ

Wednesday 07th September 2022 06:35 EDT
 
 

લંડનઃ સરકારે નીલેશ (નીલ) સચદેવની HM લેન્ડ રજિસ્ટ્રીના ચેરમેન તરીકે નિયુક્તિ કરી છે. તેઓ 2016થી ચેરમેન તરીકે કાર્યરત માઈકલ માઈરનું સ્થાન સંભાળશે. પ્રોપર્ટી માર્કેટને ડિજિટલ સ્વરૂપ આપવાના 3 વર્ષની બિઝનેસ પ્લાન અને લેન્ડ રજિસ્ટ્રીના સ્ટ્રેટેજી 2022ની પ્રસિદ્ધિના પગલે નીલેશ સચદેવની નિયુક્તિ થઈ છે. લેન્ડ રજિસ્ટ્રી વિભાગ જમીન અને પ્રોપર્ટીની માલિકીના 26 મિલિયનથી વધુ ટાઈટલ્સ ધરાવતા રજિસ્ટરની જાળવણી કરે છે.

નીલ સચદેવ હાલ ઈસ્ટ વેસ્ટ રેલવે કંપની (EWR Co)ના ચેરમેન તરીકે ઓક્સફર્ડ અને કેમ્બિજ વચ્ચે નવી ડાયરેક્ટ રેલ લિન્ક પર દેખરેખ રાખી રહ્યા છે તેમજ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર ઓર્ગેનાઈઝેશન બોર્ડના ચેરમેન પણ છે. તેઓ નેટવર્ક રેઈલ પ્રોપર્ટી લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ છે. નીલ સચદેવે એનર્જી, પ્રોપર્ટી અને રિટેઈલ ક્ષેત્રોમાં વિવિધ સીનિયર લીડરશિપ હોદ્દાઓ સંભાળેલા છે.

લેન્ડ રજિસ્ટ્રીના ચેરમેન નીલેશ (નીલ) સચદેવે જણાવ્યું હતું કે,‘આ મહત્ત્વના સમયે લેન્ડ રજિસ્ટ્રીના ચેરમેનની ભૂમિકા સંભાળતા મને ઘણો આનંદ થયો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં લેન્ડ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાના રૂપાંતરની નવી મહત્ત્વાકાંક્ષી સ્ટ્રેટેજીને પૂર્ણ કરવામાં હું આતુર છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter