ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસનો યુકેમાં £20 મિલિયનનો ટેક્સ વિવાદ

Wednesday 08th February 2023 06:36 EST
 

લંડનઃ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકના સસરા એનઆર નારાયણ મૂર્તિએ સ્થાપેલી આઈટી કંપની ઈન્ફોસિસ અને યુકેની ટેક્સ ઓથોરિટી HMRC વચ્ચે મલ્ટિ મિલિયન પાઉન્ડના ટેક્સનો વિવાદ ચાલી રહ્યો છે. સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ આ કંપનીમાં એક ટકા જેટલું હોલ્ડિંગ ધરાવે છે.

ઈન્ફોસિસના એન્યુઅલ રિપોર્ટમાં જણાવાયું છે કે આશરે 20 મિલિયન પાઉન્ડના કોર્પોરેશન ટેક્સ બિલ મુદ્દે યુકેની ટેક્સ ઓથોરિટી HMRC સાથે વિવાદ છે. ટાઈમ્સના અહેવાલ મુજબ કંપની ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ જ્યુરિડિક્શન્સમાં ટેક્સના વિવાદોમાં છે. મોટા પાયા પરના ટેક્સ વિવાદથી કંપનીના કામકાજ અથવા નફાને અસર થઈ શકે છે જેની જાણકારી શેરહોલ્ડર્સ અને રેગ્યુલટર્સને આપવાની હોય છે.
ભારત અને ન્યૂ યોર્કમાં પબ્લિક લિસ્ટેડ કંપની ઈન્ફોસિસના પ્રવક્તાએ ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે ઈન્ફોસિસ HMRC  સાથેની આ ચોક્કસ ટેક્સ બાબત સહિત ટેક્સના વિવાદની વિસ્તૃત વિગતો વિવિધ રેગ્યુલેટર્સને પૂરી પાડે છે. કંપનીએ યુકેમાં ટેક્સ એસેસમેન્ટ સામે અપીલ ફાઈલ કરી છે અને દ્વારા ટેક્સ ડિમાન્ડની ચૂકવણી સામે મનાઈહૂકમ પણ મેળવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter