ભારતીય કંપનીઓ માટે કયા ક્ષેત્રોમાં સૌથી મોટી તક?

Tuesday 14th July 2026 09:17 EDT
 
 
  • ગારમેન્ટ્સ અને ટેક્સટાઈલ: ભારતે 2025માં વૈશ્વિક સ્તરે $16.3 બિલિયનના કપડાંની નિકાસ કરી હતી, જ્યારે યુકેની કુલ આયાત $21.3 બિલિયન હતી. જોકે, ભારતે બ્રિટનની જરૂરિયાતના માત્ર $1.3 બિલિયન (6.1 ટકા) જેટલા જ કપડાં સપ્લાય કર્યા હતા. નવો ટેરિફ કાપ આ વેપારને વધુ વેગ આપશે.
  • પ્રોસેસ્ડ ફૂડ: યુકેએ 2025માં $33.4 બિલિયનના પ્રોસેસ્ડ ફૂડની આયાત કરી હતી, જેની સામે ભારતમાંથી માત્ર $354 મિલિયનની આયાત થઈ હતી. ભારતની વૈશ્વિક નિકાસ $10 બિલિયન હોવા છતાં યુકેના માર્કેટમાં તેનો હિસ્સો માત્ર 1.1 ટકા જ હતો.
  • ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ: બ્રિટનની $92.2 બિલિયનની ઓટો આયાત સામે ભારતનો હિસ્સો માત્ર $325 મિલિયન (0.4 ટકા) હતો. ટેરિફ ઘટવાથી વાહનો અને કમ્પોનન્ટ્સની નિકાસ વધશે, જોકે યુકેના ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ અને 'રૂલ્સ ઓફ ઓરિજિન'નું પાલન કરવું અનિવાર્ય રહેશે.
  • કેમિકલ્સ અને ફાર્મા: ભારતે વૈશ્વિક સ્તરે $40 બિલિયનના કેમિકલ્સની નિકાસ કરી હતી પરંતુ યુકેના $35.2 બિલિયનના માર્કેટમાં માત્ર $908 મિલિયનનો જ સપ્લાય કર્યો હતો. ફાર્મા ક્ષેત્રે પણ યુકેની આયાતમાં ભારતનો હિસ્સો માત્ર 3.2 ટકા ($1 બિલિયન) હતો.
  • એન્જિનિયરિંગ ગુડ્સ: ભારતે વૈશ્વિક સ્તરે $20.5 બિલિયનની નિકાસ સામે યુકેને માત્ર $959 મિલિયનના એન્જિનિયરિંગ ઉત્પાદનો પૂરા પાડ્યા હતા (માર્કેટ શેર 5.2 ટકા). શૂન્ય ટેરિફથી ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter