લંડનઃ સમકાલીન કલાકાર કુલપ્રીત સિંહે પ્રતિષ્ઠિત હાયવર્ડ ગેલેરીનો કોચી-મુઝિરિસ બિએનાલે (KMB) એવોર્ડ પોતાના નામે કર્યો છે. આ વિજય સાથે તેઓ યુકેની ખ્યાતનામ સંસ્થામાં પોતાનું પ્રથમ વ્યક્તિગત કલા પ્રદર્શન (સોલો એક્ઝિબિશન) રજૂ કરવાની તક મેળવશે.
પતિયાલા સ્થિત કલાકાર અને સ્વયં ખેડૂત એવા કુલપ્રીત સિંહના પ્રોજેક્ટમાં ખેતી અને પર્યાવરણ વચ્ચેના સંઘર્ષને વણી લેવામાં આવ્યો છે. ખાસ કરીને પંજાબમાં પરાળી સળગાવવાની પ્રથા અને તેની પર્યાવરણ પર થતી અસરોને તેમણે કલાના માધ્યમથી જીવંત કરી છે.
પસંદગી બાદ કુલપ્રીત સિંહે જણાવ્યું હતું કે, લંડનની હાયવર્ડ ગેલેરીમાં મારું કામ પ્રદર્શિત કરવું એ મારા માટે ગર્વની વાત છે. જમીન, પર્યાવરણ અને ખેતીના પ્રશ્નો કોઈ એક વિસ્તાર પૂરતા મર્યાદિત નથી, તે વૈશ્વિક સ્તરે પ્રસ્તુત છે.


