લંડનઃ ઓવલ ખાતે અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચના પ્રારંભ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે લંડનમાં ભારતીય હાઇ કમિશનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટના સમૃદ્ધ ઇતિહાસ અને ઇંગ્લેન્ડની ટૂરના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચેના ઇતિહાસના કારણે ઇંગ્લેન્ડનો પ્રવાસ હંમેશા રોમાંચક અને પડકારજનક હોય છે. અમે યુકેનો પ્રવાસ ખેડીએ છીએ ત્યારે હંમેશા ભારતીય સમુદાયનું સમર્થન પ્રાપ્ત થતું રહ્યું છે.


