લંડનઃ 9 ડિસેમ્બર 2024ના રોજ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા ભારતીય નેવીમાં સામેલ કરાયેલ ફ્રિગેટ આઇએનએસ તુલસી ગયા સપ્તાહમાં પહેલીવાર લંડનની મુલાકાતે પહોંચી હતી. આઇએનએસ તુલસી ક્રિવાક થ્રી ક્લાસની અપગ્રેડેડ ફ્રિગેટ છે. આ પ્રોજેક્ટમાં 3 તલવાર ક્લાસ શિપનું બાલ્ટિસ્કી શિપયાર્ડ અને અન્ય 3 તેગ ક્લાસ શિપનું નિર્માણ કાલિનીગ્રેડના યંતર શિપયાર્ડમાં કરાયું છે. આઇએનએસ તુલસી આ પ્રોજેક્ટનું સાતમા ક્રમનું શિપ છે.


