લંડનઃ ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળે સોમવારે યુકેના શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલ અને તેમની ટીમ સાથે મુલાકાત કરી હતી. તેમણે પ્રીતિ પટેલ અને ટીમને સરહદ પારના આતંકવાદ સામે લડવાની ભારતની પ્રતિબદ્ધતા અને ઓપરેશન સિંદુરની માહિતી આપી હતી. પ્રીતિ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે, ભારતીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરીને ઘણો આનંદ થયો. તેમની સાથેની ચર્ચા સંતોષકારક રહી અને તેમાં વિવિધ મુદ્દા આવરી લેવાયાં હતાં.