લંડનઃ એક હેટક્રાઇમની ફરિયાદ કરવા માટે વેસ્ટ યોર્કશાયર પોલીસને કોલ કરનારી એક ભારતીય મહિલાની ઇન્ડિયન એક્સેન્ટની મિમિક્રી કરનાર નોર્ધન ઇંગ્લેન્ડના એક પોલીસ અધિકારીને ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલ દ્વારા દોષી ઠેરવાયો છે. પેટ્રિક હેરિસનને ગયા મહિને હાથ ધરાયેલી સુનાવણી બાદ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેણે પોતાના પદ પરથી રાજીનામુ ન આપ્યું હોવાના કારણે ડિસમિસ કરાયો હતો. ગયા વર્ષે એક ભારતીય મહિલાએ મદદ માગવા કોલ કર્યો ત્યારે કોલ સેન્ટર પર તહેનાત હેરિસને મહિલાના ભારતીય ઉચ્ચારણોની મિમિક્રી કરી હતી જે અંગે મહિલાએ એન્ટી રેસિઝમ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી.