ભારતીય મહિલાની કારમાંથી 25,000 પાઉન્ડના સોનાના ઘરેણાની ચીલઝડપ

Tuesday 23rd April 2024 10:56 EDT
 

લંડનઃ વેસ્ટ લંડનમાં સાઉથહોલ મેટ્રો બેન્કના પાર્કિંગમાં બીજી એપ્રિલના રોજ એક ગઠિયાએ તમારા પૈસા પડી ગયા છે તેમ કહી પરમજિત કૌરની કારમાંથી 25,000 પાઉન્ડના સોનાના ઘરેણાની ચીલઝડપ કરી હતી. પરમજિત તેમની કારમાં હતાં ત્યારે આ વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો અને તેમને તમારા પૈસા પડી ગયાં છે તેમ કહી ગેરમાર્ગે દોર્યાં હતાં. પરમજિત તેમની કારમાંથી બહાર આવીને તપાસ કરી રહ્યાં હતાં તે દરમિયાન અન્ય એક વ્યક્તિ કારનો દરવાજો ખોલીને ઘરેણા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના કારણે વેસ્ટ લંડન સ્કૂલમાં સીનિયર કેટરિંગ મેનેજર તરીકે કામ કરતાં પરમજિત આઘાતમાં સરી પડ્યાં હતાં. હવે તેમને ઘરમાંથી બહાર નીકળતાં પણ ડર લાગી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter