લંડન
યુકેમાં દંત ચિકિત્સામાં અદ્દભૂત કામગીરી અને યોગદાન માટે ભારતીય મૂળના 7 દાંતના ડોક્ટરને યંગ ડેન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત કરાયાં છે. બ્રિટનના ડેન્ટિસ્ટ જગતમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતા વર્ષ 2022 માટેના ડેન્ટિસ્ટ્રી એવોર્ડનો સમારોહ લેસ્ટરમાં એથેના ખાતે યોજાયો હતો. સાઉથ ઇસ્ટના કિરણ શંકલા, રોહિત કેશવ અને સુનિલ પટેલ, લંડનના સૌરભ પટેલ અને વિશાલ પટેલને આ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. નોર્થવેસ્ટના વિરાજ પટેલ અને પવન ચૌહાણ, મિડલેન્ડ્સના ચેતન શર્માનો પણ યંગ ડેન્ટિસ્ટ એવોર્ડ કેટેગરીમાં સમાવેશ કરાયો હતો. આ એવોર્ડ કુલ 13 કેટેગરીમાં આપવામાં આવે છે જેમાં ડેન્ટલ લેબોરેટરી ઓફ ધ યર, થેરાપિસ્ટ ઓફ ધ યર જેવી કેટેગરીનો સમાવેશ થાય છે.
બર્કશાયરમાં વૂડલેન્ડ ડેન્ટિસ્ટ્રઈ ખાતે ફરજ બજાવતા કિરણ શંકલા કહે છે કે મારી નવ વર્ષની આકરી મહેનત અને બલિદાનો રંગ લાવ્યા છે. આ ઉચ્ચ પુરસ્કારથી સન્માનિત થવું અદ્દભૂત બાબત છે. કિરણ શંકલા બર્મિંગહામ યુનિવર્સિટીના સ્નાતક છે.
આ એવોર્ડનો પ્રારંભ 22 વર્ષ પહેલાં કરાયો ત્યારે તેમાં ફક્ત પાંચ કેટેગરી હતી. આ વર્ષે એવોર્ડ માટે 900 એન્ટ્રી મળી હતી જેમાંથી ભારતીય મૂળના આ 7 ડેન્ટિસ્ટની પસંદગી કરાઇ હતી.
ડેન્ટિસ્ટ્રી એવોર્ડના વિજેતા
- કિરણ શંકલા
- રોહિત કેશવ
- સુનિલ પટેલ
- સૌરભ પટેલ
- વિશાલ પટેલ
- વિરાજ પટેલ
- પવન ચૌહાણ


