ભારતીય મૂળના ઇમામ દ્વારા સાત યુવતીઓનું જાતીય શોષણ, આજીવન કેદની સજા

પોતાની પાસે અલૌકિક શક્તિઓ હોવાનો દાવો કરી યુવતીઓને ડરાવતો હતો

Tuesday 19th May 2026 12:33 EDT
 
 

લંડન: પૂર્વ લંડનની એક મસ્જિદના પ્રતિષ્ઠિત ધર્મગુરુ અબ્દુલ હલીમ ખાન દ્વારા સાત યુવતીઓ અને મહિલાઓના જાતીય શોષણનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી ઈમામ પીડિતોને એવું કહીને ડરાવતો હતો કે તેની પાસે અલૌકિક શક્તિઓ છે અને તે તેમને ખરાબ આત્માઓથી મુક્ત કરી રહ્યો છે.

એક પીડિતાએ જણાવ્યું હતું કે, જ્યારે તે માત્ર 13 વર્ષની હતી, ત્યારે આ ઈમામે તેની સારવારના બહાને તેના પર હુમલો કર્યો હતો. ખાન પીડિતો અને તેમના વાલીઓને સમજાવતો હતો કે તેમના પર જિન્નાતનો પડછાયો છે અને તે તેમને સાજા કરી શકે છે. હુમલા બાદ તે યુવતીઓને ધમકી આપતો હતો કે જો તેઓ આ વિશે કોઈને કહેશે, તો તેમના પરિવાર પર કાળો જાદુ થશે અથવા કોઈ મોટી મુસીબત આવી પડશે.

તપાસમાં બહાર આવ્યું છે કે 54 વર્ષીય ઇમામ ખાને 2004થી 2015 દરમિયાન કુલ સાત યુવતીઓને પોતાનો શિકાર બનાવી હતી, જેમાં સૌથી નાની બાળકીની ઉંમર માત્ર ૧૨ વર્ષ હતી. તે પીડિતોને અવાવરું જગ્યાએ, કારમાં કે ફ્લેટમાં બોલાવતો હતો અને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તેમને ચૂપ રહેવા મજબૂર કરતો હતો.

મેટ પોલીસ દ્વારા પકડાયેલા ખાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જેમાં તેણે ઓછામાં ઓછા 20 વર્ષ જેલમાં વિતાવવા પડશે. તેના પર બળાત્કારના નવ ગુના સહિત જાતીય સતામણીના અનેક આરોપો સાબિત થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter