લંડન
બર્મિંગહામના સૌથી મોટા હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે ફરજ બજાવતા જુનિયર ડોક્ટર વૈશ્નવી કુમારે આત્મહત્યા કરતાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. હોસ્પિટલ ટ્રસ્ટના સીનિયર લીડર તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજર ન રહેતાં રોષમાં વધારો થયો હતો. તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા બેકવિકના રેપિડ રિવ્યૂમાં હોસ્પિટલ ટ્રસ્ટની સંખ્યાબંધ નિષ્ફળતાઓ અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. ડો. કુમારના અચાનક મૃત્યુના સંદર્ભમાં પણ આ નિષ્ફળતાઓ વર્ણવવામાં આવી છે. તેમના અપમૃત્યુ માટેના સંજોગો મુદ્દે પણ ઉગ્ર નારાજગી પ્રવર્તી રહી છે. તેમાં તેમના અંતિમ સંસ્કારમાં ટ્રસ્ટના અગ્રણીઓ હાજર ન રહેતાં રોષમાં વધારો થયો છે.

