ભારતીય મૂળના ડોકટર દ્વારા થ્રી- ડીના ઉપયોગ જડબાંનું પુનઃ નિર્માણ

Monday 27th March 2017 12:33 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના ડોકટર ડાયા ગાહીરે ૫૩ વર્ષના કેન્સરના એક દર્દીના પગના હાડકાનો ઉપયોગ કરીને થ્રી પ્રીન્ટરની મદદથી સફળતાપૂર્વક જડબાં બનાવ્યા હતા. ઇંગ્લેડના મિડલેન્ડ્સ ક્ષેત્રની રોયલ સ્ટોક યુનિ. હોસ્પિટલના ચેહરા, માથા અને ગળાના નિષ્ણાત ડો. ડાયા ગાહીરે એક વર્ષમાં લગબગ ૪૦ જેટલા ઓપરેશન કરીને સફળતાપૂર્વક જડબાં બનાવ્યા હતા.

સર્જરી ઉપરાંત, સર્જીકલ સાધનો બનાવવા અને ડીઝાઇન કરવા સહિત ડો. ગાહીરના લક્ષ્યાંકને સરળ બનાવવા માટે જરૂરી સોફટવેર માટે ગયા વર્ષે હોસ્પિટલે ૧૫૦,૦૦૦ પાઉન્ડના ખર્ચે થ્રી-ડી પ્રિન્ટર ખરીદ્યું હતું.

અમે દર વર્ષે માથા અને ગળાના લગભગ ૪૦ મોટા ઓપરેશન કરીએ છીએ. આ પ્રિન્ટરનો ઉપયોગ કરીને અમે આશરે ૧૦-૧૫ કેસ હાથમાં લઇશું' એમ ડો. ગાહીરે કહ્યું હતું. 'પગમાંથી હાડકું લઇને તેને ફરીથી નવો આકાર અપાયો હતો. આ ઉપરાંત ,પગમાંથી થોડી ચામડી લઈ તેને ગળામાં લગાવાઈ હતી' એમ તેમણે કહ્યું હતું.

હાડકાની જગ્યાએ હાડકું જ ફિટ કરવાનું હોવાથી અમે પગમાંથી થોડુ હાડકું લીધું હતું. સ્ટીફન તાજેતરમાં વોટરહાઉસ નામના તેમના દર્દી પર ૧૨ કલાકની સફળ સર્જરી કરવામાં આવી હતી. થોડા સમય પહેલાં વોટરહાઉસને કેન્સર થયું હતું એની સારવાર દરમિયાન તેમનું જડબું ખરાબ આકારનું થઇ ગયું હતું. તેમને દરેક કામમાં તકલીફ થતી હતી, પરંતુ ગાહીરે વોટરહાઉસના પગના હાડકાનો ઉપયોગ કરીને ફરીથી જડબું બનાવી દીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter