ભારતીય મૂળના ડોક્ટર મેડિકલ પ્રેકટિસમાંથી 12 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Tuesday 13th August 2024 11:48 EDT
 

લંડનઃ પોતાના સર્જરી લિસ્ટમાંથી દર્દીનું નામ હટાવવા માટે દર્દી દ્વારા હુમલો કરાયો હોવાની વાત ઉપજાવી કાઢનાર 58 વર્ષીય ભારતીય મૂળના મેડિકલ પ્રેકટિશનર ગુરકિરિટ કાલકાટને 12 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. એસેક્સના ડેગનહામમાં થેમ્સ વ્યૂ મેડિકલ સેન્ટર ખાતે કામગીરી કરતા કાલકાટ અન્ય ડોક્ટર સાથે પ્રેકટિસમાં મર્જરના કારણે દર્દીનું નામ સર્જરી લિસ્ટમાંથી હટાવવા ઇચ્છતા હતા. તેમણે પોતાને જ ઇજા પહોંચાડીને દર્દી પર હુમલાનો આરોપ મૂક્યો હતો. માન્ચેસ્ટરની મેડિકલ પ્રેકટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસે કાલકાટને 12 મહિના માટે ડોક્ટરી વ્યવસાયમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter