લંડનઃ પોલીસ અધિકારી તરીકેના અયોગ્ય વ્યવહાર સાથે વ્યાવસાયિક ધોરણોના ઉલ્લંઘન માટે દોષી ઠરેલા ભારતીય મૂળના પૂર્વ સ્કોટલેન્ડ યાર્ડ સાર્જન્ટ અનિષ શર્માને કોઇપણ પ્રકારની નોટિસ વિના બરતરફ કરી શકાયા હોત. લંડનના વેસ્ટ એરિયા કમાન્ડમાં ફરજ બજાવતા શર્મા પર પ્રમાણિકતા, વિશ્વસનિયતા, સમાનતા અને વૈવિધ્યતા, અધિકાર, સન્માન અને વિવેક જેવા વ્યાવસાયિક ધોરણોનું ઉલ્લંઘન કરવાના આરોપ મૂકાયા હતા. અદાલતમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમણે તમામ કેટેગરીમાં સ્થાપિત ધોરણોનું ઉલ્લંઘન કર્યું હતું. શર્મા પર એક મહિલા સાથે અભદ્ર વ્યવહારના આરોપ પણ મૂકાયા હતા. તેમના પર મૂકાયેલા આરોપો સિદ્ધ થતા હવે તેમને પોલીસ કામગીરી માટે અયોગ્ય ઘોષિત કરાયા છે.

