ભારતીય મૂળના પ્રોફેસર નિતાશા કૌલને ભારતમાં પ્રવેશ ન અપાતાં વિવાદ

હું આરએસએસની ટીકાકાર હોવાના કારણે દિલ્હીથી મને અટકાવવાનો આદેશ અપાયોઃ નિતાશા કૌલ

Tuesday 27th February 2024 10:49 EST
 
 

લંડનઃ યુકે સ્થિત ભારતીય મૂળના પ્રોફેસર નિતાશા કૌલે આરોપ મૂક્યો હતો કે નવી દિલ્હીના આદેશના કારણે તેમને ભારતમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. કૌલે જણાવ્યું હતું કે, મને એક કોન્ફરન્સ ખાતે સંબોધન કરવા કર્ણાટક સરકાર દ્વારા આમંત્રણ અપાયું હતું. મારી પાસે જરૂરી તમામ દસ્તાવેજો હોવા છતાં મને ભારતમાં પ્રવેશ અપાયો નહોતો. હું આરએસએસની ટીકાકાર હોવાના કારણે મને બેંગલોર એરપોર્ટ ખાતે જ અટકાવી દેવામાં આવી હતી.

કૌલે જણાવ્યું હતું કે, મારા પ્રવાસની વ્યવસ્થા કર્ણાટક સરકાર દ્વારા કરાઇ હતી. મારી પાસે સત્તાવાર પત્ર પણ હતો. તેમ છતાં મને એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગ દ્વારા અટકાવવામાં આવી હતી. તેમણે મને કહ્યું હતું કે અમારી પાસે દિલ્હીથી આદેશ આવ્યો છે તેથી અમે કશું કરી શક્તાં નથી. મને ભારતમાં પ્રવેશ નહીં અપાય તેવી કોઇ માહિતી દિલ્હીથી મોકલાઇ નહોતી.

કૌલે જણાવ્યું હતું કે લંડનથી બેંગલોરની 12 કલાકની ફ્લાઇટ બાદ મને કલાકો સુધી ઇમિગ્રેશનમાં રોકી રખાઇ હતી. લંડનની ફ્લાઇટ બીજા દિવસે હોવાથી મારે 24 કલાક હોલ્ડિંગ સેલમાં જ વિતાવવા પડ્યાં હતાં. મને મારી પાયાની જરૂરીયાતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી. હું ભારત વિરોધી નથી પરંતુ સરમુખત્યારશાહીની વિરોધી છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter