ભારતીય મૂળના વેન્કી રામકૃષ્ણનને ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડ

Wednesday 16th November 2022 04:38 EST
 
 

લંડન

નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર વેન્કી રામકૃષ્ણનને બ્રિટનના પ્રતિષ્ઠિત ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કરાયા છે. કિંગ ચાર્લ્સે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ પ્રોફેસર વેન્કી રામકૃષ્ણનને આ સન્માનથી સન્માનિત કર્યાં છે. ભારતીય મૂળના મોલેક્યૂલર બાયોલોજિસ્ટ રામકૃષ્ણન તે છ હસ્તીઓમાં સામેલ છે જેમનો ઉલ્લેખ મહારાણી એલિઝાબેથ દ્વિતીય સપ્ટેમબરમાં પોતાના અવસાન પહેલાં એક ઐતિહાસિક આદેશમાં કર્યો હતો. બકિંગહામ પેલેસે એક નિવેદનમાં કહ્યું હતું કે કિંગ ચાર્લ્સ છ વ્યક્તિઓને ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડ પ્રદાન કરીને ખુશ છે. સશસ્ત્ર દળો, વિજ્ઞાન, કલા, સાહિત્ય અથવા સંસ્કૃતિના પ્રચારમાં ખાસ પ્રદાન કરનારા લોકોને આ સન્માન અપાયું છે.  આ વ્યક્તિઓની પસંદગી સપ્ટેમ્બરની શરૂઆતમાં કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter