લંડન
યુકેમાં સીનિયર સિટીઝન ચેરિટી સાથે કામ કરતા ભારતીય મૂળના શેફને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) માટે પસંદ કરાયા છે. લંડનમાં આગામી મહિને યોજાનારી કિંગના તાજપોશી સમારોહમાં હાજર રહેનારા BEM વિજેતાઓની યાદીમાં મંજુ માલહીનો સમાવેશ કરાયો છે. કોરોના મહામારી દરમિયાન લંડનમાં સામાજિક સેવાઓ માટે મંજુ માલહીને BEMથી સન્માનિત કરાયા છે. તેઓ 6 મેના રોજ વેસ્ટમિન્સ્ટર આબે ખાતે આયોજિત તાજપોશી સમારોહમાં સમગ્ર યુકેમાંથી આવનારા સમાજ સેવકો સહિત 850 BEM વિજેતાઓ સાથે હાજર રહેશે. માલહી એક પ્રોફેશનલ શેફ છે અને 2016થી તેઓ ઓપન એજ ચેરિટી ખાતે રેસિડેન્ટ શેફની સેવાઓ આપી રહ્યાં છે.


