ભારતીય મૂળની ગ્રેસ ઓમેલી કુમાર સહિત 3ની હત્યા માટે સત્તાવાળાઓ જવાબદાર

હત્યારો કેલોકેન ગમે ત્યારે હત્યા કરી શકે તેવી ચેતવણી છતાં તેને છૂટો મૂકી દેવાયો હતો

Tuesday 13th August 2024 11:45 EDT
 
 

લંડનઃ નોટિંગહામમાં 13 જૂન 2023ના રોજ ભારતીય મૂળની ગ્રેસ ઓમેલી કુમાર સહિત 3 વ્યક્તિની હત્યા કરનાર વાલ્દો કેલોકેન માનસિક રોગી હતો અને એનએચએસ દ્વારા તેની સારવારમાં ગંભીર બેદરકારી રખાઇ હતી. એક ડોક્ટર દ્વારા 3 વર્ષ પહેલાં લેખિતમાં ચેતવણી અપાઇ હતી કે વાલ્દો કેલોકેન ગમે ત્યારે કોઇની પણ હત્યા કરી શકે છે.

કેર ક્વોલિટી કમિશન દ્વારા કરાયેલી સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે કેલોકેનની સારવામાં ગંભીર ખામીઓ અને ખોટાં નિદાન હતાં. તેની સામે કોઇ પગલાં ન લેવાતાં તે જાહેર જનતાની સુરક્ષા માટે જોખમ બની ગયો હતો.

સરકારના પ્રતિનિધિઓ ગયા સપ્તાહમાં પીડિત પરિવારોને મળ્યાં હતાં અને આશ્વાસન આપ્યું હતું કે કમિશન દ્વારા કરાયેલી ભલામણોનો અમલ સમગ્ર ઇંગ્લેન્ડમાં માનસિક સારવારમાં કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter