ભારતીય મૂળની બ્રિટિશ સાસંદ લિસા નાન્દી લેબર પાર્ટીના નેતૃત્વની રેસમાં

Wednesday 08th January 2020 00:45 EST
 
 

લંડનઃ ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ લિસા નાન્દીએ લેબર પાર્ટીના નેતૃત્વ માટેની દોડમાં ઉમેદવારી નોંધાવી છે. ડિસેમ્બર ૨૦૧૯ની ચૂંટણીમાં લેબર પાર્ટીએ ૭૦ વર્ષમાં ના મેળવ્યો હોય તેવો સૌથી કારમો પરાજય સહ્યા પછી નાન્દી પક્ષને ફરી બેઠો કરવા પ્રતિબદ્ધતા જાહેર કરી ચૂક્યા છે.

લેબર પાર્ટીના નેતાપદની ચૂંટણી માટે લિસા ચોથા ઉમેદવાર છે. અત્યાર સુધીમાં બર્મિંગહામના સાંસદ જેસ ફિલિપ, એમિલી થોર્નબેરી અને ક્લાઇવ લૂઈસ ઉમેદવારી નોંધાવી ચૂક્યાં છે. નાન્દીએ પોતાના સ્થાનિક મતદાન વિસ્તારમાં ઉમેદવારીની જાહેરાત કરતાં કહ્યું હતું કે પક્ષ લોકોનો વાલી હોવાના દૃષ્ટિકોણમાંથી બહાર આવીને લોકો પોતાનું પરિવર્તન જાતે જ કરી શકે તેવી ક્ષમતા લોકોમાં વિકસાવવા પક્ષે પ્રયાસ કરવા જોઈએ.

તેમણે એમ પણ કહ્યું હતું કે ગતિશીલ સરકારની રચના માટે બોરિસ જ્હોન્સનને પરાજિત કરવા હું પ્રતિબદ્ધ છું. ૧૨ ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટી ૭૦ વર્ષમાં ન મેળવ્યો હોય તેવો સૌથી કારમો પરાજય મેળવી ચૂકી છે. પક્ષની રાષ્ટ્રીય કારોબારી આંતરિક ચૂંટણીનું સમયપત્રક અને નિયમોમાં થયેલા ફેરફારો અંગે નિર્ણય કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter