ભારતીય વોર મેમોરિયલ પર હુમલો

Wednesday 14th November 2018 01:42 EST
 

લંડનઃ વેસ્ટ મિડલેન્ડસ્થિત સ્મિથ વીક ટાઉમાં ભારતીય વોર મેમોરિયલ લાયન્સ ઓફ ધ ગ્રેટ વોરમાં કેટલાક તોફાનીઓએ હુમલો કર્યો હતો. કાળી શાહીથી ઠેક ઠેકાણે લીટા પાડી દીધા હતા. પોલીસે તોફાનીઓની તપાસ હાથ ધરી છે.

પોલીસે શુક્રવારે બનેલી આ ઘટનાને વંશીય ગણી ગુનાહિત કૃત્ય ગણાવી આરોપીઓની ધરપકડ કરવા માટે લોકોને મદદ કરવા અપીલ કરી છે. આ યુથ મેમોરિયલ પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટનના સૈન્ય સાથે લડાઈમાં માર્યા ગયેલા એશિયા અને ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ મેમોરિયલનું ઉદઘાટન શનિવારે જ કરવામાં આવ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ ફ્રાન્સમાં ભારત દ્વારા નિર્માણ પામેલા યુદ્ધ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. આ સ્મારક પણ પ્રથમ વિશ્વ યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીય સૈનિકોની યાદમાં બનાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter