લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા 13 ડિસેમ્બર 2025ના રોજ લેન્ગલી સ્લાઉમાં કોન્સ્યુલર કેમ્પનું આયોજન કરાયું છે. પાસપોર્ટ અને પાસપોર્ટ સંબંધિત સેવાઓ, ઓસીઆઇ કાર્ડ સંબંધિત સેવાઓ, વિઝા અને અન્ય કોન્સ્યુલર સેવાઓ જેમ કે જન્મ નોંધણી, એટેસ્ટેશન, પીઓએ વગેરે સેવાઓ માટે આ કેમ્પનું આયોજન કરાયું છે. અરજી સંબંધિત માહિતી માટે લંડન સ્થિત હાઇ કમિશનની વેબસાઇટ (https://www.hcilondon.gov.in) પર લોગ ઇન કરવું. કેમ્પમાં ભાગ લેવા માટે કોઇ એપોઇન્ટમેન્ટની જરૂર નથી.
કોન્સ્યુલર કેમ્પની માહિતી
દિવસઃ તારીખ 13 ડિસેમ્બર 2025-12-02
સમયઃ સવારના 10.00 કલાકથી સાંજના 4.00 કલાક
સ્થળઃ લેન્ગલી એકેડેમી, લેન્ગલી રોડ, લેન્ગલી એસએલ3 7ઇએફ

