ભારતીય હાઇકમિશન પર હુમલાના 45 શંકાસ્પદોની તસવીર જારી કરાઇ

કથિત હુમલાખોરો અંગેની માહિતી આપવા એનઆઇએની જનતાને અપીલ

Tuesday 20th June 2023 12:38 EDT
 
 

લંડનઃ માર્ચ 2023માં લંડન સ્થિત ભારતીય હાઇકમિશન પર હિંસક હુમલાના સીસીટીવી ફૂટેજ જારી કર્યાના થોડા દિવસ બાદ ભારતની તપાસ એજન્સી એનઆઇએ દ્વારા ભારતીય તિરંગાનું અપમાન કરનારા 45 કથિત વ્યક્તિઓની તસવીરો જારી કરાઇ છે. એનઆઇએ દ્વારા લૂકઆઉટ નોટિસ જાહેર કરીને જનતા પાસેથી આ લોકોની ઓળખ માગવામાં આવી છે.

એનઆઇએએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, 19 માર્ચ 2023ના રોજ ભારતીય હાઇકમિશન પરના હુમલામાં આ લોકો સંકળાયેલા હતા. તેમણે હાઇકમિશનને નુકસાન પહોંચાડવાની સાથે ભારતના રાષ્ટ્રધ્વજનું પણ અપમાન કર્યું હતું. જે કોઇની પાસે આ વ્યક્તિઓ અંગેની માહિતી હોય તેઓ વોટ્સએપ પર 917290009373 નંબર પર માહિતી આપે.

એનઆઇએ દ્વારા આ 45 વ્યક્તિઓના નામ, સરનામા, રાષ્ટ્રીયતા, પાસપોર્ટની વિગતો અને ફોન નંબરની માગ કરવામાં આવી છે. ગયા સોમવારે એનઆઇએ દ્વારા ભારતીય હાઇકમિશન ખાતે સીસીટીવી કેમેરાના પાંચ વીડિયો પણ જારી કરાયાં હતાં. એનઆઇએએ જાહેર જનતાને ખાલિસ્તાન સમર્થકોની ઓળખમાં મદદ કરવા અપીલ કરી છે.

એનઆઇએએ જણાવ્યું છે કે આ 45 વ્યક્તિઓની માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રખાશે.

ભારતનું અપમાન મને વિચલિત કરી દે છેઃ એસ. જયશંકર

લંડનઃ લંડનમાં ભારતીય હાઇકમિશન ખાતે થયેલી હિંસાને યાદ કરતા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતનું સન્માન કરાતું નથી ત્યારે હું વિચલિત થઇ જાઉં છું. જ્યારે મેં આ માણસને લંડનના હાઇકમિશન પર ચડીને તિરંગાને ઉતારી લેતાં જોયો ત્યારે હું ઘણો વિચલિત થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter