લંડનઃ ભારતીય હાઈ કમિશન ફરી એક વખત તેની કોન્સ્યુલર સેવાઓ ઘરઆંગણે પહોંચાડવા આવી રહ્યું છે. રવિવાર સાત જુલાઈએ સવારના ૧૦ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૬, લેટન રોડ, લંડન E15 1DTખાતે આપ આ સેવા મેળવી શકશો.
આ દિવસે હાઈ કમિશનના અધિકારીઓની ટીમ હોલ પર આવશે અને પાસપોર્ટ રીન્યુઅલ, OCI કાર્ડ્સ તેમજ અન્ય સર્ટિફિકેટ્સ અને એટેસ્ટેશનની અરજીઓ સંબંધિત પેપરવર્કમાં લોકોને મદદ કરશે.
આ આમંત્રણ તમામ માટે ખુલ્લું છે અને પ્રવેશ નિઃશુલ્ક છે. આ માહિતી આપના પરિવારજનો અને મિત્રોને પણ પહોંચાડશો.
વધુ માહિતી માટે નાગરેચા કેશ એન્ડ કેરીનો સંપર્ક સવારના ૧૧થી સાંજના ૫ દરમિયાન ફોન 0208 5550318 કરવા ઉપરાંત, હસુભાઈ નાગરેચાને 07946565888 અને ઉમિ રાડિયાને 07760388911 પર ફોન કરી શકાશે.