ભારતીયો અને પાકિસ્તાનીઓ બ્રિટિશરોની નોકરીઓ છીનવી રહ્યા છેઃ રુપર્ટ લોવનો લવારો

Tuesday 02nd June 2026 12:03 EDT
 
 

લંડનઃ અપક્ષ સાંસદ રુપર્ટ લોવે ભારતીય અને પાકિસ્તાની ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ ઝેર ઓકતાં વિવાદ સર્જાયો છે.  સાંસદ રુપર્ટ લોવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, જે નોકરીઓ બેરોજગાર બ્રિટિશરોએ કરવી જોઈએ તે કરવા માટે આપણે લાખો પાકિસ્તાની અને ભારતીયોને અહીં લાવવા જોઈએ.

જોકે લોવના દાવાનો છેદ સરકારી આંકડા જ ઉડાડી રહ્યાં છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સની વર્ષ 2021ની વસ્તી ગણતરી મુજબ, રુપર્ટ લોવના પોતાના મતવિસ્તારની આશરે 1 લાખની વસ્તીમાંથી માત્ર 907 રહેવાસી જ ભારતીય અથવા પાકિસ્તાની મૂળના છે, જે કુલ વસ્તીના 1 ટકા કરતા પણ ઓછા છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની માઈગ્રેશન ઓબ્ઝર્વેટરી ના ડેટા અનુસાર વિદેશી શ્રમિકો મોટે ભાગે એવા ક્ષેત્રોમાં કાર્યરત છે જ્યાં સ્થાનિક સ્તરે કર્મચારીઓની ભારે અછત પ્રવર્તે છે. રુપર્ટ લોવે અગાઉ પણ ઇમિગ્રેશન મુદ્દે આકરી ટીકાઓનો સામનો કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter