ભારતીયો માટે લોહિયાળ સપ્તાહ, ડાયસ્પોરામાં ભયનું વાતાવરણ સર્જાયું

Tuesday 20th June 2023 12:20 EDT
 

લંડનઃ બ્રિટનમાં ગુનાખોરીએ માઝા મૂકી છે ત્યારે વીતેલું સપ્તાહ ભારતીયો માટે લોહિયાળ પૂરવાર થયું હતું. એક જ સપ્તાહમાં ભારતીયોની હત્યાના 3 બનાવ બનતાં સમગ્ર ભારતીય ડાયસ્પોરામાં હાહાકાર મચી ગયો હતો. 13મી જૂનના રોજ લંડનના વેમ્બલીમાં નીલ્ડ ક્રેસેન્ટ ખાતે ભારતના હૈદરાબાદની મૂળ વતની એવી 27 વર્ષીય મહિલાની ચાકૂ મારીને હત્યા કરાઇ હતી. ઇંગ્લેન્ડના નોટિંગહામમાં મંગળવારે સવારે થયેલા હિંસક હુમલામાં ભારતીય મૂળની 19 વર્ષીય ગ્રેસ કુમાર સહિત 19 વર્ષીય બાર્નાબી વિબર અને અન્ય એક 50 વર્ષીય વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી હતી. સાઉધમ્પ્ટન વે ખાતે ગયા શુક્રવારે મૂળ કેરળના વતની એવા 38 વર્ષીય અરવિંદ શશિકુમારની ચાકૂ મારીને હત્યા કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter