ભારતીયો વિશ્વનો સૌથી મોટો ડાયસ્પોરા, 35.4 મિલિયન ભારતીયોનો વિદેશમાં વસવાટ

5.69 મિલિયન ભારતીયો સાથે અમેરિકા પ્રથમ સ્થાને, 1.34 મિલિયન સાથે યુકે આઠમા સ્થાને

Tuesday 03rd February 2026 08:59 EST
 
 

લંડનઃ માનવ ઇતિહાસમાં સદીઓથી સુરક્ષા અને તકોની શોધમાં માનવી સ્થળાંતર કરતો રહ્યો છે. આધુનિક યુગમાં માઇગ્રેશન રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે. મોટી સંખ્યામાં લોકો પોતાના જન્મના દેશથી અલગ દેશમાં વસવાટ કરી રહ્યાં છે અને ભારતીયો પણ તેમાંથી બાકાત નથી. 2025-26માં ભારતીયો વિશ્વનો સૌથી મોટો ડાયસ્પોરા બની રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે 35.4 મિલિયન ભારતીયો વિદેશમાં વસવાટ કરે છે. સૌથી વધુ ભારતીયો અમેરિકામાં રહે છે.

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના જણાવ્યા અનુસાર હાલ ભારત વિશ્વની સૌથી વધુ 142.86 કરોડ વસતી ધરાવતો દેશ છે. તેવી જ રીતે સ્થળાંતરના મામલામાં પણ ભારતીયો પ્રથમ સ્થાને છે. ભારતીય સંસદમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર જાન્યુઆરી 2025માં 17.17 મિલિયન એનઆરઆઇ અને 17.18 મિલિયન પ્રવાસી ભારતીય વિશ્વના દેશોમાં વસવાટ કરતા હતા.

ભારતના વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર અમેરિકામાં સૌથી વધુ એટલે કે 5.69 મિલિયન ભારતીયો વસવાટ કરે છે જેમાં 1.92 મિલિયન એનઆરઆઇ અને 3.78 મિલિયન પ્રવાસી ભારતીય છે. ભારતીય ડાયસ્પોરાના મામલામાં યુકે આઠમા સ્થાને છે. યુકેમાં 9,71,000 પ્રવાસી ભારતીય અને 3,69,000 એનઆરઆઇ વસવાટ કરે છે.

ભારતીય ડાયસ્પોરાઃ ટોપ 10 દેશ

દેશ – પીઆઇઓ – એનઆરઆઇ – કુલ

અમેરિકા – 3.78 મિલિયન – 1.92 મિલિયન – 5.69 મિલિયન

યુએઇ – 6,614 – 3.89 મિલિયન – 3.90 મિલિયન

કેનેડા – 2.75 મિલિયન – 1,85,000 – 3.61 મિલિયન

મલેશિયા – 2.75 મિલિયન – 1,85,000 – 2.94 મિલિયન

સાઉદી અરબ – 000 – 2.75 મિલિયન – 2.75 મિલિયન

શ્રીલંકા – 1.6 મિલિયન – 7,500 – 1.61 મિલિયન

સાઉથ આફ્રિકા – 1.32 મિલિયન – 74,057 – 1.39 મિલિયન

યુનાઇટેડ કિંગડમ – 9,71,000 – 3,69,000 – 1.34 મિલિયન

કુવૈત – 2,356 – 1.01 મિલિયન – 1.01 મિલિયન

ઓસ્ટ્રેલિયા – 6,26,000 – 3,50,000 – 9,76,000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter