લંડનઃ સોનેરી સ્મૃતિ ગ્રંથના લોકાર્પણ પ્રસંગે અમેરિકાના ખ્યાતનામ હોટેલિયર અને એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના સ્થાપકોમાંના એક માઇક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફૂટબોલ રમવા યુકેથી યુએસ પહોંચેલા અને યુવા આર્સેનલ ટીમ માટે રમી ચૂકેલા માઈક પટેલનો પરિચય સીબી પટેલે કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સીબીને 1997માં AAHOAના ‘મહેમાન વક્તા’ તરીકે આમંત્રિત કરાયા હતા જ્યાં અન્ય વક્તા અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ હતા.
માઈક પટેલે જણાવ્યું હતું કે અમેરિકાની તમામ હોટેલ્સમાં ભારતીયોનો હિસ્સો 65 ટકાનો છે. જો તમે ન્યૂ યોર્કથી મિયામી જતા હો ત્યારે દરેક એક્ઝિટ સ્ટે ઈન હોટેલ્સ ભારતીયોની માલિકીની છે. પ્રત્યેક 6 હોટેલમાં તમને સારી મસાલેદાર ચા મળી શકશે કારણ કે તેની માલિકી અમારા સભ્યોની છે. આપણી ભાવિ પેઢી મેરિયોટના ACનું નિર્માણ કરે છે અને સંપૂર્ણ સેવા શેરેટોન આપે છે. મારા પુત્રના સારા મિત્રોમાં એક ઘણી વખત બહાર રહેવા ઈચ્છે છે અને મિયામીમાં તેની સાથે જ ઉછેર થયો છે જેમનું નામ કાશ પટેલ છે અને હવે તે FBI ના વડા છે. હું સીબીની માફક જ સદ્ભાગી રહ્યો છું કે પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનને ભારત લઈ જઈ શક્યો હતો. હું ધરતીકંપ રાહત માટે વ્હાઈટ હાઉસમાં કમિશનર તરીકે નિયુક્ત થયો હતો. જ્યાં સુધી હોટેલિયરની વાત કરવાની હોય ત્યારે હું માનું છું કે સારા એમ્બેસેડર બની રહેવા તમારે ભારતીય હોવું જોઈએ અને યુએસમાં રહેવું જોઈએ. કારણકે દર વખતે હું ભારતીય ડોક્ટરને ટીવી પર નિહાળું કે સંજય ગુપ્તાને CNN પર નિહાળુ ત્યારે ગર્વ થાય છે કે આપણે સારા એમ્બેસેડર છીએ. વાઈસ પ્રેસિડેન્ટના પત્ની પણ ભારતીય છે. આમ, આપણી સંસ્કૃતિ ત્યાં પહોંચી છે. મેં પરિવર્તન નિહાળ્યું છે. મારો જન્મ યુગાન્ડામાં થયો છે. મારો થોડો ઉછેર અહીં થયો, થોડો ઉછેર ત્યાં થયો. હું માનું છું કે આપણને સૌથી સારું શિક્ષણ એ મળ્યું કે આપણે અમેરિકાને સમજાવી શક્યા કે આપણે કોણ છીએ. હું BAPSને ખૂબ જ આદર આપું છું કારણકે તેમણે અમેરિકામાં એટલાં બધાં મંદિરો સ્થાપ્યા છે કે અમેરિકનો આપણા ધર્મ વિશે જાણે છે કે આપણે કોણ છીએ. 10-20 વર્ષ પહેલા ગ્રેજ્યુએશન સમારોહમાં 70 ટકા માતા જ્યુઈશ હતી. આજે 65 ટકા માતા ભારતીય છે જેઓ સંતાનોને ગ્રેજ્યુએટ થતા નિહાળે છે.
હું ગુજરાત સમાચારના 53 વર્ષ માટે સીબીનો આભાર માનવા ઈચ્છું છું કારણકે તેઓ આપણી કોમ્યુનિટીને જોડનારા છો, મેં આ જોયું છે અને માત્ર કહેવા ખાતર નથી કહેતો. આપણે આફ્રિકાથી આવ્યા, અહીં આવ્યા ને અમેરિકા પણ પહોંચ્યા. અમેરિકામાં યુગાન્ડા, કેન્યા, ઝામ્બિયાથી લોકો આવ્યા છે અને 80 ટકા લોકો ભારતથી આવ્યા છે. તમને (અમેરિકા) બોલાવ્યા, અને બોલવા કહ્યું કારણકે ખરેખર તો તમે જ અમેરિકનો સાથે કેવી રીતે હળીમળી જવું, એકરસ થવું તે ભાવિ પેઢીને ને ભૂતકાળની પેઢીને દેખાડ્યું છે.


