લંડનઃ ઓક્સફર્ડ બુક સ્ટોર દ્વારા ભાવિ મેહતાને વર્ષ 2024 માટે ઓક્સફર્ડ બુક કવર પ્રાઇઝના વિજેતા જાહેર કરાયાં છે. પ્રદીપ સેબેસ્ટિયન દ્વારા લિખિત અને હેચેટ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત પુસ્તક ધ બુક બ્યુટીફુલના કવરની ડિઝાઇન તૈયાર કરવા માટે તેમને આ પુરસ્કાર અપાયો છે. આ પુરસ્કાર પેટે ટ્રોફી અને રૂપિયા એક લાખનું રોકડ ઇનામ અપાય છે. ઓક્સફર્ડ બુક સ્ટોર્સના પુરસ્કાર માટેની જ્યુરીમીં લેખક અને સાંસદ શશિ થરૂર, લેખિકા શોભા ડે, શિક્ષણવિદ્ કુણાલ બાસુ, એપીજે સુરેન્દ્ર ગ્રુપના ડિરેક્ટર પ્રીતિ પોલ સહિતના મહાનુભાવો સામેલ હતા.
આ ઉપરાંત 3 ડિઝાઇનરના કાર્યોને પણ સન્માનિત કરાયાં છે જેમાં ગુંજન આહલાવત, સૌરવ દાસ, અને સૌરક્ષ ગર્ગેનો સમાવેશ થાય છે.


