લંડનઃ લેસ્ટરના પાર્કમાં ભારતીય મૂળના વૃદ્ધ ભીમ કોહલીની હત્યા કરનારા 15 વર્ષીય સગીરને હવે પોતાના કૃત્યનો પસ્તાવો થઇ રહ્યો છે. તેણે એક પત્રમાં જણાવ્યું હતું કે, મેં જે કર્યું તેને હું ધિક્કારું છું. મને એમ લાગે છે કે હું અત્યંત બદતર વ્યક્તિ છું.
લેસ્ટર ક્રાઉન કોર્ટને આ અંગેની માહિતી અપાઇ હતી. તેણે પત્રમાં લખ્યું છે કે મેં જે કર્યું તેની હું કબૂલાત કરું છું અને મને મારા કૃત્યનો પસ્તાવો છે. મારે મારા ક્રોધને કાબૂમાં રાખવાની જરૂર હતી. ભીમ કોહલની હત્યા માટે સગીરની સાથે 13 વર્ષીય કિશોરી પર પણ કેસ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બર 2024માં ભીમ કોહલી બ્રાઉનસ્ટોન ટાઉનમાં ફ્રેન્કલિન પાર્કમાં ટહેલી રહ્યા હતા ત્યારે સગીરે તેમના પર હુમલો કર્યો હતો જેના પગલે ભીમ કોહલીને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.