ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે ભંડોળ એકત્ર

Friday 05th December 2014 07:02 EST
 
 

નવીન શાહ સાથે આ કાર્યક્રમને સી.બી.પટેલ અને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક ABPL ગ્રૂપ દ્વારા સહઆયોજિત કરાયો હતો. લંડનના મેયર બોરિસ જ્હોનસન અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા આ કાર્યક્રમને સમર્થન અપાયું હતું. બ્રેન્ટ એન્ડ હેરોના એસેમ્બલી મેમ્બર નવીન શાહે કહ્યું હતું કે, ‘લંડનવાસીઓ મોટી સંખ્યામાં સિટી હોલ ખાતે ભોપાલ ગેસકાંડની ૩૦મી વર્ષીએ હાજર રહ્યાં તેનો મને આનંદ છે. આ પ્રસંગે ગેસ દુર્ઘટનામાં જાન ગુમાવનારા હજારો લોકોને અંજલિ અપાઈ હતી. દુષિત જળ અને તેના પરિણામે જૂની ફેક્ટરીની આસપાસ વસતા પરિવારો અને બાળકોને આરોગ્યની ગંભીર સમસ્યાઓ સહન કરવી પડે છે. કોમ્યુનિટી અને ધાર્મિક નેતાઓ અને બિઝનેસીસ દ્વારા આ માનવતાવાદી ઉદ્દેશ પ્રત્યે એકતા પ્રદર્શિત કરવામાં આવી છે. ભોપાલમાં સુંદર કામ કરતી ચેરિટીઓને દાન આપી પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.’
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક / તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે, ‘ભોપાલ કરુણાંતિકા બહુરાષ્ટ્રીય કંપનીઓ ત્રીજા વિશ્વના દેશોમાં જે રીતે કામ કરે છે તેમાં કલંક સમાન છે. વિદેશી અને ભારતીય સ્થાપિત હિતો દ્વારા લેવાતાં ગેરવાજબી લાભ સામે લાલ આંખ કરવામાં ભારત સત્તાવાળાની નિષ્ફળતા શરમજનક છે.’
લંડન મેયર દ્વારા વિડીઓ શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યો હતો. જ્યારે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના પ્રતિનિધિ તરીકે ભોપાલ દુર્ઘટનામાંથી બચેલા ફરાહ એડવર્ડસે સભાને લાગણીશીલ સંબોધન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter