લંડન, સ્કલોસ એલ્માઉઃ ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવાના વ્યાપક વૈશ્વક પ્રયાસોના ભાગરુપે વિશ્વ ફૂટબોલ સંસ્થા ફીફા પર દબાણ ચાલુ રાખવામાં ડેવિડ કેમરન જી-સાતના શક્તિશાળી નેતાઓની આગેવાની લેશે.
તેમણે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોના જૂથ સમક્ષ જણાવ્યું હતું કે વિશ્વ ફૂટબોલમાં સફાઈ ભ્રષ્ટાચારથી ખરડાયેલી અન્ય સંસ્થાઓ માટે ચેતવણી બની રહેવી જોઈએ. વિશ્વ ફૂટબોલમાં સફાઈથી ભ્રષ્ટાચારયુક્ત સંસ્થાઓ અને દેશોને સલામતી બક્ષતા નિષિદ્ધ ક્ષેત્રને તોડી નખાયું છે. તેમણે વિશ્વનેતાઓને ફૂટબોલ સંસ્થા ફીફા સામેનું દબાણ ચાલુ રાખવાની હાકલ કરી હતી.