લંડન
બ્રિટનભરમાં મકાનો ખરીદનારાની સંખ્યામાં ઘટાડો થતાં હવે મોર્ગેજ કંપનીઓએ મોર્ગેજ રેટમાં ઘટાડો શરૂ કરી દીધો છે. દેશની બે અગ્રણી મોર્ગેજ કંપનીઓએ તેમના ફિક્સ્ડ રેટમાં ઘટાડો કર્યો છે અને નિષ્ણાતોનું માનવુ છે કે અન્ય કંપનીઓ પણ મોર્ગેજ રેટમાં ઘટાડો કરી શકે છે. ટીએસબીએ પરચેઝ મોર્ગેજ અને રીમોર્ગેજના દરોમાં 1.3 ટકાનો ઘટાડો કર્યો છે. તેથી રીમોર્ગેજિંગના નવા દર 6.29 ટકાથી ઘટીને 4.99 ટકા પર આવી જશે. નેશનવાઇડે પણ તેની ફિક્સ્ડ પ્રોડક્ટ રેન્જમાં 0.6 ટકાનો ઘટાડો કર્યો છે. મોર્ગેજ માર્કેટિના નિષ્ણાતો કહે છે કે મોર્ગેજ આપતી કંપનીઓ બિઝનેસ મેળવવામાં સંઘર્ષ કરી રહી હોવાના સંકેતો મળી રહ્યાં છે. ફાઇનાન્સિયલ ઇન્ફર્મેશન કંપની મનીફેક્ટ્સના જણાવ્યા અનુસાર બે વર્ષ માટેના સરેરાશ મોર્ગેજ દર 5.75 ટકા પર આવી ગયો છે.
યુકેમાં મે 2020 પછી પહેલીવાર કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પીછેહઠ જોવા મળી રહી છે. એસએન્ડપી ગ્લોબલ સીઆઇપીએસ કન્સ્ટ્રક્શન મેનેજર ઇડેક્સ નવેમ્બરમાં 50.4 હતો જે ડિસેમ્બરમાં ઘટીને 48.8 પર આવી ગયો છે. 50 પોઇન્ટથી ઓછો ઇન્ડેક્સ દર્શાવે છે કે કન્સ્ટ્રક્શન સેક્ટરમાં મંદી વર્તાઇ રહી છે. ઓગસ્ટ 2022 પછી પહેલીવાર યુકેના કન્સ્ટ્રક્શન સેક્ટરમાં મંદીના સંકેતો મળી રહ્યાં છે.


