મકાનમાલિકો સાવધાનઃ નવા નિયમો અંતર્ગત 30,000 પાઉન્ડનો દંડ થઇ શકે

એનર્જી પરફોર્મન્સ સર્ટિફિકેટ (EPC) રેટિંગ 'C' અથવા તેનાથી ઉપર રાખવું ફરજિયાત

Tuesday 17th November 2026 09:44 EST
 
 

લંડનઃ લેબર પાર્ટીની સરકાર ભાડાના મકાનોના ક્ષેત્રમાં વધુ એક કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલ છે. એન્ડી બર્નહામના નેતૃત્વ હેઠળ, નેટ ઝીરો સુધારાઓ ન કરનારા મકાનમાલિકોને 30,000 પાઉન્ડ સુધીનો આકરો દંડ ફટકારવામાં આવી શકે છે.

હાલના નિયમો મુજબ, મકાનમાલિકોએ 2030 સુધીમાં તેમની મિલકતોનું એનર્જી પરફોર્મન્સ સર્ટિફિકેટ (EPC) રેટિંગ 'C' અથવા તેનાથી ઉપર રાખવું ફરજિયાત છે, અન્યથા મહત્તમ 5,000 પાઉન્ડના દંડનું જોખમ રહેલું છે. પરંતુ હવે સરકાર દંડમાં છ ગણો વધારો કરી શકે છે.

સરકાર સમક્ષ મૂકાયેલી દરખાસ્તો અંતર્ગત લેટિંગ્સ એજન્ટો અને પ્રોપર્ટી પોર્ટલ્સને નિયમોનું પાલન ન કરતી ભાડાની મિલકતોની જાહેરાત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ઉપરાંત હાઉસિસ ઇન મલ્ટિપલ ઓક્યુપેશન તરીકે ઓળખાતા સિંગલ-રૂમ ભાડાના મકાનો માટેની છટકબારી પણ બંધ કરવામાં આવશે.

નેશનલ રેસિડેન્શિયલ લેન્ડલોર્ડ એસોસિએશનના ક્રિસ નોરિસે ચેતવણી આપી છે કે કડક નિયમોની આ ધમકી બાય-ટુ-લેટ માલિકોના પાતળા નફાના માર્જિનને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી છે. વર્તમાન બજારની સ્થિતિને જોતા, EPC 'C' ના માપદંડને પૂર્ણ કરવું ઘણા મકાનમાલિકો માટે એક મોટો પડકાર સાબિત થશે. જ્યાં સુધી ભાડાની મિલકતોમાં રોકાણને પ્રોત્સાહિત કરતી નીતિઓ રજૂ કરવામાં નહીં આવે, ત્યાં સુધી માત્ર દંડની લાકડી ઉગામવાથી આ પરિસ્થિતિ બદલાશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter