મકાનોના સર્વે માટે ડ્રોનનો ઉપયોગ

Tuesday 12th April 2016 12:12 EDT
 
 

લંડનઃ પ્લાનિંગની મંજૂરી મેળવવા માગતા લોકોના મકાનોના નિરીક્ષણ માટે કાઉન્સિલો દ્વારા ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. સેંક્ડો કાઉન્સિલોના ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન સર્વેમાં ડઝન જેટલી કાઉન્સિલોએ ડ્રોનનો ઉપયોગ કર્યાનું અથવા તે ભાડે રાખ્યાનું સ્વીકાર્યું હતું. આ ખુલાસાને લીધે લોકોની પ્રાઈવસી બાબતે પ્રશ્રો ઉભાં થયાં છે.

 ફેબ્રુઆરીમાં £ ૫૫૦૦ના ખર્ચે બે ડ્રોન ખરીદનાર એપીંગ ફોરેસ્ટ તેમજ મોરે કાઉન્સિલે જણાવ્યું હતું કે પ્લાનિંગની અરજીઓની ચકાસણી માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાય. અન્ય કાઉન્સિલોએ જોખમકારક બિલ્ડીંગોના સર્વે માટે, તટવર્તી વિસ્તારોમાં ઘસારાની દેખરેખ માટે અને કાઉન્સિલ બિલ્ડીંગોની સ્થિતિ ચકાસવા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.

કાઉન્સિલ દ્વારા ડ્રોનના ઉપયોગ અંગે કોડ ઓફ પ્રેક્ટીસ ઘડી કાઢવા લીબરલ ડેમોક્રેટ્સે માગણી કરી હતી. ઈન્ફર્મેશન વોચડોગે જણાવ્યું હતું કે તે આ સમાચારથી ચિંતિત છે તથા ડ્રોન જરૂરી અને યોગ્ય છે કે કેમ તે અંગે કાઉન્સિલોએ વિચારવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter