લંડનઃ યુરોપમાં વસવાટ કરતા મણિપુરના લોકોના એક સિવિલ સોસાયટી ગ્રુપે ભારતના મણિપુરમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસા અને તણાવના મુદ્દે ભારતના નેતાઓને તેમની ચિંતાઓથી અવગત કરાવવા યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી સમક્ષ રજૂઆત કરી હતી. યુરોપિયન મણિપુરી એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે વિક્રમ દોરાઇસ્વામીને મણિપુરની કટોકટીના સંદર્ભમાં પાંચ મહત્વના મુદ્દા સાથેનું આવેદનપત્ર આપ્યું છે. ગ્રુપના અધ્યક્ષ સાગોલસેમ બિરામણીએ જણાવ્યું હતું કે, અમે 1960ના દાયકાના કુકી નિરાશ્રિતોના ઇતિહાસ પરના વિવિધ દસ્તાવેજો આપ્યાં છે જેનો સીધો સંબંધ હાલમાં મણિપુરમાં પ્રવર્તી રહેલી કટોકટી સાથે છે.
ગ્રુપે જણાવ્યું હતું કે, અમે ભારતીય હાઇકમિશનને ભારતીય મૂળના લોકો દ્વારા ફેલાવાતી અફવાઓને અટકાવવાની પણ અપીલ કરી છે.


