મધ્યમવર્ગ પણ હવે વારસાઇ ટેક્સના સકંજામાં આવ્યો

વારસામાં મળેલી સંપત્તિ પર 40 ટકા ટેક્સ વસૂલાય છે

Wednesday 24th August 2022 05:48 EDT
 

લંડન

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વારસામાં મળેલી સંપત્તિ, નાણા અને અન્ય વસ્તુઓ પરનો વારસાઇ ટેક્સ હવે ફક્ત અમીરો માટે જ રહ્યો નથી. જુલાઇ સુધીના 3 મહિનામાં ટ્રેઝરીને આ ટેક્સમાંથી 2.4 બિલિયન પાઉન્ડની આવક થઇ છે જે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીમાં 300 મિલિયન પાઉન્ડ વધુ છે. દેશમાં સ્ટાન્ડર્ડ ઇનહેરિટન્સ ટેક્સ 40 ટકા વસૂલવામાં આવે છે. 3,32,000 પાઉન્ડની ટેક્સ મર્યાદા કરતાં ઉપરની વારસાઇમાં આ ટેક્સ વસૂલવામાં આવે છે. જેમાં સંપત્તિ, નાણા અથવા અન્ય ચીજોનો સમાવેશ થાય છે. 3.25 લાખ પાઉન્ડથી ઓછી સંપત્તિ વારસામાં મળી હોય તો તેના પર કોઇ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. તે ઉપરાંત 3.25 લાખ પાઉન્ડની મુક્તિ મર્યાદાથી વધુની રકમ જીવનસાથી, સિવિલ પાર્ટનર, ચેરિટી અથવા તો કોમ્યુનિટી એમેચ્યોર સ્પોર્ટ્સ ક્લબના નામે કરીને પણ ટેક્સમાંથી મુક્તિ મેળવી શકાય છે. એપ્રિલ 2011થી મુક્તિ મર્યાદામાં કોઇ બદલાવ કરાયો નથી. પરંતુ 2011 પછી પ્રોપર્ટીની કિંમતોમાં ઘણો વધારો થયો હોવાથી મધ્યમવર્ગના લોકો પણ આ ટેક્સના દાયરામાં આવી રહ્યાં છે. એપ્રિલ 2019થી જૂન 2022 વચ્ચે પ્રોપર્ટીની સરેરાશ કિંમત 1,40,129 પાઉન્ડ રહી હતી. તેનો અર્થ એ થયો કે હવે ફક્ત અમીરો જ આ ટેક્સના દાયરામાં આવતા નથી પરંતુ મધ્યમવર્ગના ઘણા પરિવારો પણ આ ટેકસના દાયરામાં આવી જશે. ફાઇનાન્સ એનાલિસ્ટ મિરોન જોબસન કહે છે કે ટેક્સની આવકમાં આટલો મોટો વધારો બતાવે છે કે ફુગાવો અને મકાનોની કિંમતો સરકારની તિજોરી છલકાવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter