મધ્યમવર્ગના લાખો લોકો 40 ટકા આવકવેરાના દાયરામાં

Tuesday 16th May 2023 13:50 EDT
 
 

લંડનઃ યુકેમાં 1970ના દાયકા પછીનો સૌથી મોટો આવકવેરાનો વધારો લાગુ કરવામાં આવ્યો હોવાથી કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ વડાપ્રધાન રિશી સુનાક સામે આક્રોશ વધી રહ્યો છે. આ ટેક્સ વધારાના કારણે મધ્યમવર્ગના લાખો લોકો 40 ટકા આવકવેરાના દાયરામાં આવી ગયાં છે. ઇન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝના જણાવ્યા અનુસાર ઘણા શિક્ષકો, નર્સ અને ઇલેક્ટ્રિશિયન સહિત દર પાંચમાંથી એક કરદાતા હવે અમીરો માટેના આવકવેરાના દર પ્રમાણે આવકવેરો ચૂકવશે. થિન્ક ટેન્કે જણાવ્યું છે કે સરકારની આવક વધારવા માટે વડાપ્રધાને આવકવેરામાં તોતિંગ વધારો લાદી દીધો છે જેના કારણે સામાન્ય નોકરીયાતો પર મોટો બોજો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter