મન હોય તો માળવે જવાય.. હૈદર મલિક નવતર માર્ગે નોકરી મેળવીને જંપ્યા

Wednesday 01st December 2021 05:54 EST
 
 

લંડનઃ નોકરી મેળવવી કદી સહેલી હોતી નથી. ઝૂમ પર નોકરીના ઈન્ટરવ્યૂમાં પોતાને શ્રેષ્ઠ રી૫૪તે રજૂ કરવાનું મુશ્કેલ હોય છે. મહામારીની શરૂઆતથી બેરોજગાર રહેલા અને નોકરી મેળવવા ઈચ્છુક ૨૪ વર્ષીય હૈદર મલિકે નવતર રીતે પ્રચાર કરી પોતાની પ્રતિભા અને પર્સનાલિટી દર્શાવવાનો માર્ગ શોધ્યો હતો. તેને જાણ થઈ ગઈ હતી કે કૂવો તરસ્યાની પાસે આવતો નતી તરસી વ્યક્તિએ જ કૂવા પાસે જવું પડે છે.

ઈલ્ફોર્ડ, એસેક્સમાં સેવન કિંગ્સના રહેવાસી હૈદર મલિકે કેનારી વ્હાર્ફ ટ્યૂબ સ્ટેશનની બહાર પોપ-અપ સ્ટેન્ડ ઉભું કર્યું હતું અને વહેલી સવારે આવી ૬.૪૫ના સમયથી સંભવિત એમ્પ્લોયર્સને પોતાના CV આપવાનું તેમજ મોટી ફર્મ્સના બિઝનેસ એક્ઝિક્યુટિવ્ઝ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી બેન્કિંગ અને ફાઈનાન્સ વિષયો સાથે ફર્સ્ટ ક્લાસ ઓનર્સની ડીગ્રી ધરાવતા હૈદર QR કોડ્સ સાથેના ફ્લિપચાર્ટ્સ પણ લાવ્યા હતા. જેથી, રસ ધરાવતા લોકો નેટવર્કિંગ સાઈટ LinkedIn પરના હૈદરના પેજ પર જઈ શકે અથવા તેનો CV ડાઉનલોડ કરી શકે.

જોવાનું એ છે કે સવારના ૯.૩૦ સુધીમાં તો તેણે પોતાના CV ની બધી હાર્ડ કોપીઝ આપી દીધી હતી અને એક કલાક પછી તેને તે જ બિલ્ડિંગના ૩૦મા માળે પ્રથમ ઈન્ટરવ્યૂ ઓફર કરાયો હતો. હૈદરને ખબર ન હતી પરંતુ, તેની સ્ટોરી LinkedIn પર શેર થવા સાથે વાઈરલ થઈ હતી. તે દિવસથી હૈદર મલિકનું જીવન બદલાઈ ગયું હતું. પ્રથમ ઈન્ટરવ્યૂ આપી ઘેર જતી વખતે ફોન ચેક કર્યો ત્યારે અનેક નંબર્રો પરથી મિસ્ડ કોલ્સ આવ્યા હતા. ત્રણ દિવસ સુધી તો તેનો ફોન સતત રણકતો રહ્યો હતો. તેણે સાત-આઠ મહિના પહેલા નોકરી માટે અરજીઓ આપી હતી અને સામાન્ય રીતે જવાબ આવવાની શક્યતા ન હતી ત્યાંથી પણ રિક્રુટર્સના જવાબ આવવા લાગ્યા હતા. મીડિયાની નજરમાં આવી જવાથી તેને શા માટે નોકરીનો જવાબ ન અપાયો તેના કારણો પણ અપાવા લાગ્યા હતા.

ટ્યૂબ સ્ટેશનની બહાર ઉભા રહ્યા પછી તેણે પ્રથમ ઈન્ટરવ્યૂ આપ્યો તે કેનારી વ્હાર્ફ ગ્રૂપ તરફથી તેને ટ્રેઝરી આસિસ્ટન્ટની જોબ ઓફર કરાઈ હતી જે, હૈદરે સ્વીકારી લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter