મનોરંજનમાં જનરેશન ગેપઃ યુવાનો બ્રોડકાસ્ટ ટીવી ઓછું જુએ છે

65થી વધુ વયના લોકો દૈનિક સરેરાશ પાંચ કલાક પરંપરાગત ટેલિવિઝન ચેનલ્સ નિહાળે છે

Wednesday 24th August 2022 02:41 EDT
 
 

લંડનઃ મનોરંજનના ક્ષેત્ર અને ખાસ કરીને ટેલિવિઝન બ્રોડકાસ્ટ નિહાળવામાં પણ જનરેશન ગેપ નવી ઊંચાઈએ પહોંચી હોવાનું મીડિયા રેગ્યુલેટરOfcomના રિપોર્ટમાં જણાવાયું છે. 65થી વધુ વયના લોકોની સરખામણીએ યુવાન વયસ્કો બ્રોડકાસ્ટ ટીવી 6 ગણું ઓછું નિહાળે છે.

Ofcomના રિપોર્ટ મુજબ જનરેશન Z (અંદાજે 16થી 24 વયજૂથ) પરંપરાગત ટેલિવિઝન ચેનલ્સ નિહાળવા પાછળ દિવસમાં એક કલાકથી પણ ઓછો સમય વીતાવે છે જે, 10 વર્ષના ગાળામાં બે તૃતીઆંશ ઘટાડો છે. આનાથી વિપરીત, 65થી વધુ વયના લોકો પ્રતિ દિન સરેરાશ પાંચ કલાક પરંપરાગત ટેલિવિઝન ચેનલ્સ નિહાળે છે જે એક દાયકામાં થોડો વધારો સૂચવે છે. ગત દાયકામાં BBC1 અને ITV જેવી પરંપરાગત ટેલિવિઝન ચેનલ્સની લોકપ્રિયતામાં ઘટાડો થયો હોવાનું પણ રિપોર્ટ જણાવે છે. BBC1 નિહાળતા લોકોનું સાપ્તાહિક પ્રમાણ 2012 પછી 72 ટકાથી ઘટીને 62 ટકા થયું છે જ્યારે BBC2માટે આ પ્રમાણ આઠ ટકા ઘટીને 39 ટકા થયું છે.

નેટફ્લિક્સ સહિતની ચેનલો દ્વારા સ્ટ્રીમિંગ ક્રાંતિના પગલે પરંપરાગત ટેલિવિઝન ચેનલ્સના દર્શકો ત્યાં ખેંચાઈ ગયા છે. BBC1ની માફક ના દર્શકો પણ ઘટીને 48 ટકા થયા છે. કોવિડ લોકડાઉન્સના કારણે સ્ટ્રીમિંગ સર્વિસીસમાં જોરદાર ઉછાળો આવ્યો હોવાં છતાં, સબસ્ક્રિપ્શન ટીવીને પણ જીવનનિર્વાહ કટોકટીની અસર થી રહી છે. ઓછામાં ઓછી એક સ્ટ્રીમિંગ સર્વિસનું સબસ્ક્રિપ્શન ધરાવતા પરિવારોની સંખ્યા 350,000થી વધુના ઘટાડા સાથે 19.2 મિલિયનના આંકડે પહોંચી છે.

યુકેના પરિવારોનો આશરે પાંચમો હિસ્સો અથવા 5.2 મિલિયન પરિવાર ત્રણ મુખ્ય સબસ્ક્રિપ્શન સ્ટ્રીમિંગ સર્વિસીસ- નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિઓ અને ડિઝની+ માટે નાણા ચૂકવે છે. 18થી 24 વયજૂથના 10માંથી 9 વ્યક્તિ સ્ટ્રીમિંગ, ઓન ડિમાન્ડ અથવા વીડિયો આધારિત સોશિયલ પ્લેટફોર્મ્સને વધુ પસંદ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter