લંડનઃ વેલ્સના મર્થિર ટિડફિલ ખાતે આવેલી ધ તાજ રેસ્ટોરન્ટ સામે ખાદ્ય સુરક્ષા કાયદાના ગંભીર ઉલ્લંઘન બદલ કાઉન્સિલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા કોર્ટે માલિક અને તેમની કંપનીને 8,000 પાઉન્ડનો દંડ, 3,200 પાઉન્ડ વિક્ટિમ ચાર્જ અને 1,083 પાઉન્ડ કોર્ટ કાર્યવાહી ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી ઉંદરની હગાર, દૂષિત ચોપિંગ બોર્ડ અને અત્યંત ગંદું શૌચાલય મળી આવ્યું હતું.

