લંડનઃ મેઇડનહેડ સ્થિત મસાલા મેઇડનને એશિયન કરી એવોર્ડ્સમાં ટેકઅવે ઓફ ધ યર પુરસ્કાર અપાયો હતો. લંડનના મેફેર ખાતેના ગ્રોસવેનોર હાઉસ ખાતે આયોજિત કરી ઓસ્કાર્સ તરીકે જાણીતા આ પુરસ્કાર સમારોહમાં રવિવારે 1200 કરતાં વધુ આમંત્રિત હાજર રહ્યાં હતાં. સમારોહમાં અતિથિ વિશેષ તરીકે લંડનના મેયર સાદિક ખાન ઉપસ્થિત હતા. આ પ્રસંગે સાદિક ખાને એશિયલ કેટરિંગ ઇન્ડસ્ટ્રીના મહત્વના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટિશ સમાજમાં એશિયન વાનગીઓનું વિશેષ સ્થાન છે.