લંડનઃ વોશિંગ્ટન ખાતે ટેક કંપનીઓ સાથે ચર્ચા કરતા અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વાન્સે પશ્ચિમના દેશો પર સસ્તા શ્રમિકો પર આધાર રાખવાના કારણે આળસુ બની ગયા હોવાનો આરોપ મૂક્યો હતો. વાન્સે જણાવ્યું હતું કે, પશ્ચિમના દેશો ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. યુકેથી માંડીને કેનેડા સુધીના દરેક પશ્ચિમી દેશ સસ્તા શ્રમિકોને આયાત કરી રહ્યાં છે. તેના કારણે તમારી ઉત્પાદકતા સ્થગિત થઇ ગઇ છે.
જે ડી વાન્સે જણાવ્યું હતું કે, નિષ્ફળ આર્થિક નીતિના કારણે દાયકાઓ સુધી અમેરિકાએ પણ સસ્તા લેબર પર આધાર રાખ્યો હતો. અમેરિકાના ઉદ્યોગ અને નોકરીઓ સુરક્ષિત રાખવા માટે ટેરિફ લાદવા જરૂરી છે. યુકે પણ મહત્તમ ઇમિગ્રેશનના કારણે સ્થગિત થઇ ગયો છે.