મહામારીમાં 14,000 ફર્લો ફ્રોડ કેસની જાણકારી સ્ટાફ દ્વારા જ અપાઈ

Wednesday 24th August 2022 02:34 EDT
 

લંડનઃ રેવન્યુ અને કસ્ટમ્સ (HMRC)ના આંકડા મુજબ મહામારીના ગાળામાં એમ્પ્લોયર્સ દ્વારા આચરાયેલી ફર્લો છેતરપીંડીના 13775 કેસના રિપોર્ટ્સની જાણકારી નોકરી કરનારા કર્મચારીઓ મારફત જ અપાઈ છે. વ્હાઈટહોલ સત્તાવાળા પાસે તેના રિપોર્ટ્સ મોકલાયા હોવાનું માહિતી અધિકાર વિનંતીના પગલે જણાવાયું છે.

હવે HMRC દ્વારા રકમ પરત મેળવવા ઉપરાંત, પેનલ્ટીઝ અને જ્યાં જરૂરી લાગે ત્યાં ડાયરેક્ટર્સની ગેરલાયકાત અને કાનૂની કાર્યવાહીના પગલાં લેવાઈ રહ્યા છે. કાયદાની ફર્મ પિનસેન્ટ મેસન્સ દ્વારા જણાવાયું છે કે તપાસકારો બિઝનેસીસ દ્વારા ફર્લો ફંડની માગણી કરાઈ હોય પરંતુ, કર્મચારીઓને કામ કરવા જણાવાયું હોય કે તેની છૂટ આપી હોય તેવા કેસીસ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સાંસદોએ HMRC ને મહામારીની સપોર્ટ સ્કીમ્સ સાથે કરાયેલા ફ્રોડના નાણા પરત મેળવવામાં ઢીલાશ દર્શાવાતી હોવાની ફરિયાદ કરી હતી. ફ્રોડ અને ભૂલના કિસ્સામાં આવી ધીમી કામગીરીથી કરદાતાઓની ઓછામાં ઓછાં 4 બિલિયન પાઉન્ડની રકમ માંડવાળ કરવી પડે તેવી શક્યતા દર્શાવાઈ હતી.

એમ્પ્લોયરે ફર્લો ક્લેઈમ કર્યો છે કે કેમ તેની વિગતો ઓનલાઈન જાહેર કર્યા પછી કર્મચારીઓ વ્હિસલબ્લોઅરની ભૂમિકા ભજવી HMRCની ડિજિટલ રિપોર્ટિંગ સર્વિસને માહિતી આપતા થયા હતા. બિઝનેસીસના ડાયરેક્ટર્સ અથવા માલિકો ફર્લો ફ્રોડ કેસના અપરાધી જણાય તો નોંધપાત્ર પેનલ્ટીઝ તેમજ વધારાના ક્લેઈમ કરાયેલા નાણા પરત કરવાની અંગત જવાબદારી તેમજ જેલની સજાને પાત્ર બની શકે છે. HMRC દ્વારા લાખો પાઉન્ડની ચૂકવણી અટકાવી દેવાયાં ઉપરાંત, ખોટી રીતે ચૂકવાયેલા નાણા પરત મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સંભવિત ક્રિમિનલ કેસીસ માટે 40,000 થી વધુ સિવિલ ઈન્ક્વાયરીઝ શરૂ કરાઈ હતી અને શંકાસ્પદ ફ્રોડ માટે 35 ધરપકડો પણ કરાઈ હોવાનું વિભાગની મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter