મહારાણી એલિઝાબેથ બીજા અંગેની 96 અવનવી વાતો

Wednesday 14th September 2022 05:27 EDT
 
 
  1. ક્વીન વિજેતા કવિને ઇનામમાં એક બેરલ શેરી અને 5000 પાઉન્ડનું વાર્ષિક સ્ટાઇપેન્ડ આપતા
  2. ડ્રિંકમાં તેમને જિન અને ડ્યુબોનેટ પસંદ હતા
  3. ક્વીનને રબર બેન્ડ સંગ્રહ કરવાનો શોખ હતો જેમાંથી એક જાયન્ટ બોલ તૈયાર કરાયો હતો
  4. ક્વીન પેલેસમાં ફરતા અને વીજળી બચાવવા લાઇટો બૂઝાવી દેતાં હતાં
  5. ક્વીને સમગ્ર વિશ્વમાં 1500 કરતાં વધુ વૃક્ષ વાવ્યાં હતાં
  6. તેમની સાથે ચાવીનો ઝૂડો હંમેશા રહેતો, તેમને પિતા તરફથી સેન્ટ ક્રિસ્ટોફર કી રિંગ ભેટમાં મળી હતી
  7. સંયુક્ત રાષ્ટ્ર નજીક એક કોન્ડો તેમના માટે હંમેશા બુક રહેતો  જેનો વાર્ષિક ખર્ચ 7.9 મિલિયન ડોલર આવતો હતો
  8. ક્વીનને વિશ્વમાં સૌથી મોટા જમીન માલિક ગણાવાતા હતા, તેમની પાસે 30 કેસલ સહિત અઢળક સંપત્તિ હતી
  9. કેનેડાના લોકો માનતા કે ક્વીનની ઉંમરની સાથે અમારી કરન્સી પણ વૃદ્ધ થતી જાય છે
  10. ક્વીન કોકની એક્સેન્ટમાં સારી મિમિક્રી કરી લેતાં, તેઓ કોન્કોર્ડ જેટના લેન્ડિંગનો અવાજ પણ હૂબહૂ કાઢતાં હતાં
  11. બ્રિટનમાં મળી આવતા તમામ હંસની માલિકી ક્વીનની ગણાતી હતી
  12. કિટકેટ ક્વીનની સૌથી ફેવરિટ ચોકલેટ હતી
  13. બેગપાઇપના સૂરો સાથે ક્વીનની સવાર પડતી અને બ્રેકફાસ્ટ સુધી બેગપાઇપના સૂરો રેલાવાતાં
  14. ટી ટાઇમમાં ક્વીન અર્લ ગ્રે લેવાનું પસંદ કરતા
  15. ક્વીન કડકડાટ ફ્રેન્ચ ભાષા બોલી શક્તાં હતાં
  16. ક્વીન 30 બાળકોના ગોડમધર બન્યાં હતાં
  17. મોટા થઇને પ્રિન્સેસ એલિઝાબેથ ખેડૂતની પત્ની બનવા માગતા હતા
  18. 100 કરતાં વધુ એક્ટર સ્ટેજ અને સ્ક્રીન પર ક્વીનનું પાત્ર ભજવી ચૂક્યાં છે
  19. સામાન્ય વર્ષોમાં ક્વીન બંકિમહામ પેલેસમાં વિવિધ ઇવેન્ટમા 50,000 લોકોની યજમાની કરતાં હતાં
  20. ક્વીન સ્કોટિશ કન્ટ્રી ડાન્સના દિવાના હતા, બાલમોરલ કેસલમાં વાર્ષિક ડાન્સનું આયોજન કરતા
  21. 33 ટકા બ્રિટિશે ક્વીનને વ્યક્તિગત રીતે જોયાં છે
  22. ક્વીનને ડ્યુક ઓફ લેન્કેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે
  23. ક્વીનનો મેસેજ ચંદ્ર પર પણ મોકલવામાં આવ્યો હતો
  24. ક્વીન જાતે પત્રો વાંચતા અને જવાબ પણ લખતાં, તેમના કાર્યકાળમાં તેમને 35 લાખ પત્રો મળ્યાનો અંદાજ છે
  25. ક્વીનનો જન્મ થયો હતો તે 17,બ્રુટોન સ્ટ્રીટ, મેફેરમાં હાલ હક્કાસન નામની રેસ્ટોરન્ટ છે
  26. ક્વીન પાસે પાસપોર્ટ ન હોવા છતાં તેમણે 250 કરતાં વધુ વિદેશ પ્રવાસ કરેલા છે
  27. 2015 સુધી ક્વીન વર્ષની 341 મુલાકાત કરતા હતા
  28. ક્વીન 600 કરતાં વધુ ચેરિટીના વડા હતા
  29. 500 મિલિયન ડોલર કરતાં વધુ સંપત્તિ ધરાવતા ક્વીન બંકિંગહામ પેલેસમાં પ્રાઇવેટ એટીએમ ધરાવતા હતા
  30. ક્વીનને રેસહોર્સના ઉછેરનો ઘણો શોખ હતો અને તેમના ઘોડા રેસમાં વિજેતા બનતા હતા
  31. ક્વીનનો ફેવરિચ હોર્સ રેસિંગ મેનેજર લોર્ડ પોર્શસ્ટર હતા
  32. ક્વીનને કબૂતરોની રેસમાં પણ ઘણો રસ હતો
  33. ક્વીને તેમના કાર્યકાળમાં 30 કરતાં વધુ શ્વાન પાળ્યા, કોર્ગી તેમના ફેવરિટ શ્વાન હતા
  34. ક્વીને ડેશહંડ અને કોર્ગીની ક્રોસબ્રીડ ડોર્ગી પણ તૈયાર કરી હતી
  35. નિધન સમયે ક્વીન પાસે બે કોર્ગી શ્વાન હતાં, સામાન્ય વર્ષોમાં એકસાથે 9 શ્વાન રહેતાં
  36. ક્વીન પાસે કોકર સ્પાનિએલ બ્રીડના પણ શ્વાન હતાં
  37. ક્વીનના શ્વાન માટે વિશેષ શેફ રહેતો અને તે જ તેમના માટે ભોજન તૈયાર કરતો
  38. લેન્ડ રોવર અને રેન્જ રોવર તેમની ફેવરિટ મોટરકારો હતી
  39. જાહેર મુલાકાતો વખતેતેઓ ઓપન રેન્જરોવરનો ઉપયોગ કરતા હતા
  40. ક્વીન પાસે અંગત જેગુઆર કારપણ હતી
  41. ક્વીનની કારમાં લાયસન્સ પ્લેટ રહેતી નહોતી, તેમના કાફલામાં 3 રોલ્સરોય્સ, બે બેન્ટલી, બે ડેઇમ્લર્સ પમ હતી
  42. ક્વીનના કલેક્શનમાં 100 કરતાં વધુ બગીગાડીઓ હતી
  43. સૌથી પુરાણી બગી ગોલ્ડ સ્ટેટ કોચ 1760માં કિંગ જ્યોર્જ ત્રીજાના કાર્યકાળમાં બની હતી અને તેનો ઉપયોગ રાજ્યાભિષેક માટે થાય છે
  44. ગોલ્ડ સ્ટેટ કોચ ચાર ટનની બગી છે અને તેને આઠ ઘોડા વડે ખેંચવામાં આવે છે. તેમાં સોનાથી કોતરકામ કરવામાં આવ્યું છે
  45. 1987 સુધી ટ્રુપિંગ ધ કલર ઇવેન્ટમાં ક્વીન તેમના ફેવરિટ કેનેડિયન ઘોડા બર્મીઝની સવારી કરતા હતા
  46. રાજવી પરિવારમાં યોજાતા લગ્નમાં બગીની પસંદગી મહારાણી દ્વારા કરાતી હતી
  47. મહારાણી રાજવી વસ્ત્રોના પરિધાનમાં પરંપરાનું ઉલ્લંઘન પણ કરતાં હતાં
  48. મહારાણીએ લગ્નના દિવસે કાપડમાંથી બનેલો ક્વીન મધરનો મુગટ પહેર્યો હતો
  49. બ્રિટિશ કરન્સી માટેની તસવીર માટે મહારાણી ઓલ ડાયમંડ ગર્લ્સ ઓફ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ મુગટ પહેરતા
  50. મહારાણીની છત્રી હંમેશા પારદર્શક રહેતી જેથી લોકો તેમને સારી રીતે જોઇ શકે
  51. મહારાણી તેમના વસ્ત્રો નિયમિત રીતે ફરીથી પહેરતા, કેટલાંક વસ્ત્રો તો તેમણે દાયકાઓ સુધી વાપર્યાં પરંતુ તેઓ એક હેટ 10થી વધુ વાર પહેરતા નહોતા
  52. મહારાણી તેમની હેટને 3 પિન વડે પહેરતા હતા
  53. મહારાણીની હેટ કેટલી ઊંચી હોવી જોઇએ તેના પણ નિયમો છે
  54. 1947થી કર્નેલિયા જેમ્સ મહારાણીના ગ્લોવ્ઝ સપ્લાય કરતા, મહારાણી દિવસમાં ઘણીવાર ગ્લોવ્ઝ બદલતાં હતાં
  55. મહારાણીએ છેલ્લા 50 વર્ષમાં તેમના જૂતાની સ્ટાઇલમા બદલાવ કર્યો નહોતો, લંડનની ફૂટવેર કંપની એનેલો એન્ડ ડેવિડ મહારાણીના જૂતા બનાવતી
  56. મહારાણીના જૂતાની હીલ હંમેશા 2 .25 ઇંચ ઊંચી રહેતી
  57. મહારાણી વર્ષ દરમિયાન 10 જોડી જૂતા રોટેશનમાં પહેકતા
  58. મહારાણી હર્મિઝના સ્કાર્ફ પહેરવાનું પસંદ કરતા હતા
  59. મહારાણી ન્યુટ્રલ નેઇલ પોલિશનો ઉપયોગ કરતા હતા
  60. મહારાણી બ્રિટિશ કંપની લૌનેરના પર્સ વાપરતાં, તેમની પાસે 200 કરતાં વધુ પર્સ હતા
  61. મહારાણી તેમના ગર્લ સ્કાઉટ દિવસો દરમિયાનની પેનનાઇફ હંમેશા પોતાની સાથે પર્સમાં રાખતા હતા
  62. મહારાણી તેમની હેન્ડબેગ પકડવાની સ્ટાઇલ દ્વારા તેમના સેવકોને ઇશારામાં આદેશ આપતા હતા
  63. જો મહારાણી વાત કરતા કરતા હેન્ડબેગ જમીન પર મૂકે તો તેનો અર્થ એ કે મહારાણીને તમારાથી દૂર લઇ જવામાં આવે
  64. મહારાણીના પર્સમાં હંમેશા તેમના કોર્ગી શ્વાનો માટે ટ્રીટ રહેતી
  65. જો મહારાણીને કોઇ વસ્તુ પસંદ આવી જાય તો તેઓ જે તે કંપનીને રોયલ વોરંટ મોકલતા જે કંપની માટે અત્યંત સન્માનની વાત કહેવાતી, રોયલ વોંરંટનો પ્રારંભ વર્ષ 1155માં કિંગ હેનરી બીજાના સમયથી કરાયો હતો
  66. સૌથી જાણીતા રોયલ વોરંટ લક્ઝરી આઇટમો માટે મોકલાતા હતા
  67. ક્વીન વોલપેપર બ્રાન્ડ કોલ એન્ડ સન્સની તરફેણ કરતા હતા
  68. મહારાણી કંપનીઓને ક્વીન્સ એવોર્ડથી સન્માનિત પણ કરતા હતા
  69. મહારાણી બ્રિટિશ સેનાના વડા હતા, બીજા વિશ્વયુદ્ધમાં 14 વર્ષની ઉંમરે તેમને સુરક્ષા માટે વિન્ડસર કેસલમાં ખસેડાયાં હતાં
  70. 19 વર્ષની ઉંમરે મહારાણી સેનામાં જોડાનારા પહેલા રાજવી મહિલા બન્યા હતા અને મિકેનિક તરીકે સેવા બજાવી હતી
  71. મહારાણી અને પ્રિન્સ ફિલિપને લગ્ન સમયે સમગ્ર વિશ્વમાંથી 2500 ભેટ મળી હતી જેને 6 મહિના સુધી લંડનમાં પ્રદર્શનમાં મૂકાઇ હતી
  72. યુદ્ધનો સમય હોવાથી મહારાણીને 131 જોડી નાયલોન્સ, 13 જોડી સિલ્ક સ્ટોકિંગ્સ, 38 હેન્ડબેગ અને 24 જોડી ગ્લોવ્ઝ મોકલાયાં હતાં
  73. મહારાણીને ભેટમાં વર્ષો સુધી સ્લોથ, વિશાળ કાચબા, હાથી, જેગુઆર જેવા પ્રાણીઓ પણ મળ્યાં હતાં જે હાલ લંડનના ઝૂમાં રખાયાં છે
  74. ઓસ્ટ્રેલિયાએ મહારાણીને લગ્નમાં 500 ટિન પાઇનેપલ મોકલ્યાં હતાં
  75. અમેરિકી સરકારે 1991માં મહારાણીને કસ્ટમ કાઉબોય બૂટ ભેટમાં આપ્યા હતા
  76. કેનેડાએ મહારાણીને 60 ફૂટ ઊંચો ટોટેમ પોલ ભેટમાં આપ્યો હતો
  77. ફ્રાન્સની સરકારે મહારાણીને વાઇન કૂલર ભેટમાં આપ્યું હતું
  78. ફિજીએ મહારાણીનો નેકલેસ બનાવવા માટે વ્હેલના દાંત ભેટમાં આપ્યાં હતાં
  79. સ્લોવેનિયાના પ્રમુખે મહારાણીને 24 કેરેટ સોનામાંથી બનેલો હોર્સ કોમ્બ આપ્યો હતો
  80. રાજવી પરિવારમાં લગ્ન સમયે મહારાણી નવવિવાહિત જોડાંને મકાનો ભેટમાં આપતા હતા
  81. મહારાણી બાળક હતા ત્યારે તેમને ક્રિસમસ પર માતાપિતા તરફથી કોમિક બુક્સ, વ્હિસલ્સ, નાના ફ્રાઇંગ પેન જેવી ભેટો મળતી હતી
  82. મહારાણીની ફેવરિટ ભેટ પ્રિન્સ ફિલિપે જાતે ડિઝાઇન કરેલ બ્રેસલેટ હતું
  83. મહારાણીની પાસે અઢળક કલાકૃતિઓનો ખજાનો સંગ્રહાયેલો છે
  84. ક્વીન તેમના તૈલચિત્ર કે ફોટોગ્રાફ માટે ક્યારેય બેસતા નહોતા, રોયલ મિન્ટ દ્વારા ક્વીનના પાંચ પોટ્રેઇટ તૈયાર કરાયા હતા જેનો ઉપયોગ બ્રિટિશ કરન્સીમાં થાય છે
  85. મહારાણીના કાર્યકાળ દરમિયાન તેમના પર 70 કરતાં વધુ ટપાલ ટિકિટ જારી કરાઇ હતી
  86. મહારાણીએ 1935ની તસવીરના આધારે તૈયાર કરાયેલા તૈલચિત્રમાં પોતાના પિતાને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો
  87. મહારાણીના કલા ખજાનામાં લિઓનાર્ડો દ વિન્સીના 600 ચિત્ર અને માઇકલ એન્જેલોના 20 સ્કેચ સંગ્રહાયેલા છે
  88. 2006માં સેન્ટ પીટર અને સેન્ટ એન્ડ્રુનું 400 વર્ષથી લાપતા રહેલું તૈલચિત્ર મળી આવ્યું હતું જે હાલ મહારાણીના ખજાનામાં છે
  89. વિશ્વનો સૌથી મોટો 530 કેરેટનો ક્લિયર કટ ડાયમંડ કુલિનન મહારાણીની માલિકીનો છે
  90. મહારાણીના કલાકૃતિના ખજાનાની અંદાજિત કિંમત 10 બિલિયન પાઉન્ડ જેટલી છે
  91. ટીવી પર આવતા પોલિટિકલ શો મહારાણીના ફેવરિટ શો હતા
  92. ભૂતકાળમાં મહારાણી બેની હિલના શો ઘણા પસંદ કરતા હતા
  93. મહારાણીની પ્રિય રમત ફૂટબોલ હતી અને તેઓ આર્સેનલની તરફેણ કરતા હતા
  94. મહારાણી પતિ ફિલિપની મનપસંદ રમત ક્રિકેટને પણ સપોર્ટ કરતા હતા
  95. મહારાણી 90 વર્ષના થયાં ત્યાં સુધી ઇંગ્લેન્ડની નેશનલ રગ્બી લીગ આરએફયુના પેટ્રન હતાં
  96. શબ્દ કોયડા મહારાણીની મનપસંદ રમત હતી. તહેવારોમાં રાજવી પરિવાર એકઠો મળીને આ રમત રમતો

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter