મહારાણીના જન્મદિને ખિતાબો એનાયતઃ ભારતીયોનો નોંત્રપાત્ર હિસ્સો

કુલ ૧૦૭૩ સન્માનિતોમાં ૫૦૮ મહિલાનો સમાવેશઃ ૯૨૦ વ્યક્તિ OBE, MBE અથવા BEM તરીકે સન્માનિતઃ ૧૫૩ને ડેમ્સ, નાઈટ્સ અથવા CBE ખિતાબ એનાયત

Wednesday 12th June 2019 03:13 EDT
 
ક્વીનના જન્મદિને ખિતાબ મેળવનારાઓમાં (ઉપર ડાબેથી) પ્રોફેસર સુધેશકુમાર, પ્રોફેસર હરમિનિદરસિંહ દુઆ, રીના રેન્જર-આહુજા, ડો. ભરતકુમાર હંસરાજ શાહ અને (નીચે ડાબેથી) રાજેશ પટેલ, સમીર શાહ અને અરવિંદા ગોહિલનો સમાવેશ થયો હતો.
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના જન્મદિને ખિતાબ-અકરામોની જાહેરાત કરવામાં આવી છે. આ સન્માન મેળવનારાની કુલ સંખ્યા ૧૦૭૩ છે, જેમાં ૪૭ ટકા એટલે કે ૫૦૮ મહિલાનો સમાવેશ થાય છે. ૯૨૦ વ્યક્તિને OBE, MBE અથવા BEM તરીકે સન્માનિત કરાયા છે જ્યારે ૧૫૩ને ડેમ્સ, નાઈટ્સ અથવા CBE ખિતાબ એનાયત કરવામાં આવ્યાં છે. ખિતાબ પ્રાપ્ત કરનાર ૧૦.૪ ટકા વ્યક્તિ BAME પશ્ચાદભૂ ધરાવે છે અને ૭૫ ટકા ખિતાબ કોમ્યુનિટી ક્ષેત્રમાં સેવા માટે આપવામાં આવ્યાં છે. યુકેના સર્વોચ્ચ નાગરિક ખિતાબો વર્ષમાં બે વખત- નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અને ક્વીનના સત્તાવાર જન્મદિન (જૂન મહિનાના બીજા શનિવારે) જાહેર કરાય છે. ક્વીનનો સાચો જન્મદિવસ ૨૧ એપ્રિલ છે. યુકેની ૧.૫ મિલિયનની ભારતીય કોમ્યુનિટીના મેડિસીનથી માંડી વેપાર, આર્ટ્સ અને સેવાના ક્ષેત્રોમાં યોગદાન આપનારા નોંધપાત્ર વ્યક્તિત્વોને આ ખિતાબ એનાયત કરવામાં આવ્યાં છે, જેમાં નીચે મુજબના નામનો સમાવેશ થયો છે.

(CBE)

પ્રોફેસર હરમિન્દરસિંહ દુઆઃ ઓપ્થેલ્મોલોજી એન્ડ વિઝ્યુઅલ સાયન્સીસના પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ નોટિંગહામ. આઈ હેલ્થકેર, આરોગ્ય શિક્ષણ અને ઓપ્થેલ્મોલોજીના ક્ષેત્રની સેવા (નોટિંગહામ)

ડો. ભરતકુમાર હંસરાજ શાહઃ બિઝનેસ ઈકોનોમિક ગ્રોથ, નિકાસ, સ્વતંત્ર ફાર્મસી તથા પરગજુતા ક્ષેત્રની સેવા (લંડન) • સમીર શાહ OBEઃ જુનિપર ટેલિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ અને ક્રીએટિવ ડાયરેક્ટર. ટેલિવિઝન અને હેરિટેજ ક્ષેત્રની સેવા (લંડન)

OBE

અરુણકુમાર બત્રાઃ નેશનલ ઈક્વિલિટી સ્ટાન્ડર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જાહેર ક્ષેત્રમાં ફેઈથ અને ઈન્ટિગ્રેશન ક્ષેત્રમાં સેવા (લંડન) • હરજિતસિંહ ભાનીઆઃ વ્હીલચેર બાસ્કેટબોલ કોચ, વ્હીલચેર બાસ્કેટબોલ ક્ષેત્રની સેવા (નોટિંગહામશાયર) • અમરજિતકોર ચીમાઃ પેરી હોલ મલ્ટિ-એકેડેમીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વેસ્ટ મિડલેન્ડ્સમાં શિક્ષણ ક્ષેત્રની સેવા (વુલ્વરહમ્પ્ટન, વેસ્ટ મિડલેન્ડ્સ) • અર્નબ દત્તઃ લઘુ અને મધ્યમ બિઝનેસીસ, વૈવિધ્યતા અને ઈક્વલિટી ક્ષેત્રની સેવા (લેસ્ટરશાયર) • ડો. ડેલ્ના ગાંધીઃ ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટમાં પૂર્વ હેલ્થ એડવાઈઝર, ટ્રોપિકલ ડિસીઝ નિવારણ ક્ષેત્રની સેવા (લંડન) • અરવિંદા ગોહિલઃ કોમ્યુનિટી લિન્ક્સમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, કોમ્યુનિટી અને વંચિત લોકો માટેના હાઉસિંગ ક્ષેત્રની સેવા (લંડન) • સાજિદ ગુલઝારઃ પ્રિન્સ આલ્બર્ટ કોમ્યુનિટી ટ્રસ્ટમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, શિક્ષણ ક્ષેત્રની સેવા (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • કાદિર કીઆનીઃ અરહાગ હાઉસિંગ એસોસિયેશનના અધ્યક્ષ. માઈગ્રન્ટ્સ અને નિર્વાસિતોની સેવા માટે (હર્ટફોર્ડશાયર) • નરિન્દર કૌર કુનેરઃ બર્મિંગહામ સિટી કાઉન્સિલના કાઉન્સિલર અને શીખ વિમેન્સ એક્શન નેટવર્કના ડાયરેક્ટર. વંચિત લોકોની સહાય તેમજ વેસ્ટ મિડલેન્ડ્સમાં કોમ્યુનિટીની સેવા બદલ. (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ)• પ્રોફેસર સુધેશ કુમારઃ વોરવિક મેડિકલ સ્કૂલના ડીન. મેડિસિન અને ડાયાબીટિસ સંભાળ ક્ષેત્રની સેવા (સોલિહલ, વેસ્ટ મિડલેન્ડ્સ)• પ્રોફેસર શાંતાશીલ રાજ્યેશ્વર મિટ્ટર (રાના મિટ્ટર)ઃ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાં હિસ્ટરી અને પોલિટિક્સ ઓફ મોડર્ન ચાઈનાના પ્રોફેસર. શિક્ષણ ક્ષેત્રની સેવા (ઓક્સફર્ડશાયર)• પ્રોફેસર મહેશ પરમારઃ યુનિવર્સિટી કોલેજ લંડનમાં મેડિકલ સ્ટેટ્સ્ટિક્સ અને એપિડીમોલોજીના પ્રોફેસર, અને MRCક્લિનિકલ ટ્રાયલ્સ યુનિટના ડાયરેક્ટર. મેડિકલ રિસર્ચ અને ક્લિનિકલ ટ્રાયલ્સ ક્ષેત્રની સેવા (લંડન) • રીના રેન્જર (રીના આહુજા)ઃ વિમેન એમ્પાર્વર્ડના સ્થાપક અને અધ્યક્ષ. BAME મહિલાઓની સેવા (મૂર પાર્ક, હર્ટફોર્ડશાયર) • મનમીત સિંહ પાનેસરઃ ડિપા. ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજીમાં ટેક્નિકલ સર્વિસ ફોર

MBE

માથંગી અરુલ્પ્રાગાસમ (MIA)ઃ સંગીતક્ષેત્રની સેવા (લંડન) • શૈલા આતિમઃ નાટ્યક્ષેત્રની સેવા (રેઈનહામ, એસેક્સ) • અમરિકસિંહ બાસીઃ એમેચ્યોરબોક્સિંગ રેફરી. બોક્સિંગક્ષેત્રની સેવા (એસેક્સ) • રશિદ ભાયાતઃ પોઝિટિવ યુથ ફાઉન્ડેશનના સ્થાપક. મિડલેન્ડ્સમાં યુવાન લોકોની સેવાના ક્ષેત્રે. (કોવેન્ટ્રી, વેસ્ટ મિડલેન્ડ્સ) • ડો. અશોકકુમાર ભુવનગિરિઃ તેલુગુ એસોસિયેશન ઓફ સ્કોટલેન્ડના સ્થાપક. સામાજિક સુમેળ અને ચેરિટી ક્ષેત્રની સેવા (ઈસ્ટ કિલ્બ્રાઈડ, સાઉથ લેન્કેશાયર મિડલેન્ડ્સ) • શિબુ ચાકોઃ NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના સ્પેશિયાલિટી નર્સ અને કોમ્યુનિટી વોલન્ટીઅર. NHS ની સેવા (ચેથામ, કેન્ટ) • શૈલા ચેમ્બર્સઃ અરાઉન્ડ નૂનના સ્થાપક. અર્થતંત્ર તથા ન્યૂરીમાં કોમ્યુનિટીની સેવા. (ન્યૂરી, ડાઉન) • ડો. નવનીતસિંહ ચાનાઃ નેશનલ એસોસિયેશન ઓફ પ્રાઈમરી કેરના પૂર્વ અધ્યક્ષ અને ક્રિકેટ ગ્રીન મેડિકલ પ્રેક્ટિસના જનરલ પ્રેક્ટિશનર. ક્લિનિકલ એજ્યુકેશન તેમજ પ્રાઈમરી અને કોમ્યુનિટી કેર ક્ષેત્રની સેવા. (ચિપસ્ટીડ, સરે) • ડો. ગુલબાશસિંહ ચંડોકઃ ગુરુ નાનક મેડિકલ સેન્ટરના સિનિયર પાર્ટનર. જનરલ પ્રેક્ટિસ ક્ષેત્રની સેવા. (મૂર પાર્ક, હર્ટફોર્ડશાયર) • ડો. સેન્ગોટ્ટિયમ ચંદ્રશેકરનઃ મેડિકલ લીડ જનરલ એડલ્ટ ક્રિટિકલ કેર. માન્ચેસ્ટરમાં કોમ્યુનિટી સેવાના ક્ષેત્રે (ચીડલ હલ્મ, ચેશાયર) • સ્કિંદર સિંહ હુંદાલઃ ધ ન્યૂ આર્ટ એક્સેન્જમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વિઝ્યુઅલ આર્ટ્સ ક્ષેત્રની સેવા. (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • રશિદ મુસ્તફાઃ રેડિયો બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રની સેવા (બ્રાઈટન, ઈસ્ટ સસેક્સ) • શીરીન નાનજીઆનીઃ સ્કોટલેન્ડમાં બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રની સેવા (ગ્લાસગો) • ડો. રાજેશ પટેલઃ પ્રાઈમરી કેર NHS ઈંગ્લેન્ડના ડેપ્યુટી નેશનલ મેડિકલ ડાયરેક્ટર. હેલ્થકેર ક્ષેત્રની સેવા (સ્ટોકપોર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર) • સરજિત કૌર સાહોટાઃ શિક્ષણક્ષેત્રની સેવા. (હિચિન, હર્ટફોર્ડશાયર) • ખાલિદ સાઈફુલ્લાઃ નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં કોમ્યુનિટીની સેવા (લેન્કેશાયર) • ઈમરાન સનાઉલ્લાહઃ પેચવર્ક ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, યુવાવર્ગની સેવાના ક્ષેત્રે. (લંડન) • કેરી રાજિન્દર સહાનીઃ ફિલ્મ ક્ષેત્રની સેવા (લંડન) • આઘીઆ પાલ સિંહઃ વેસ્ટ મિડલેન્ડ્સ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનીઅર. વેસ્ટ મિડલેન્ડ્સમાં ચેરિટી અને કોમ્યુનિટી ક્ષેત્રની સેવા. (વોલ્સાલ, વેસ્ટ મિડલેન્ડ્સ) • ગુલામ મોહમ્મદ વોહરાઃ કોવેન્ટ્રી મુસ્લિમ ફોરમના વાઈસ ચેરમેન. સામાજિક સુમેળના ક્ષેત્રે સેવા (કોવેન્ટ્રી, વેસ્ટ મિડલેન્ડ્સ) • નરેન્દ્ર કાંતિલાલ સોલંકીઃ મલ્ટિ એકેડેમી ટ્રસ્ટના અધ્યક્ષ, સેન્ટ સાઈમન એન્ડ સેન્ટ જુડાસ પ્રાઈમરી સ્કૂલ, શિક્ષણક્ષેત્રની સેવા (બોલ્ટન) • સાઈરા વાજિદઃ એન્ગેજમેન્ટ મ્યુઝિયમ ઓફ લંડનના વડા. સંસ્કૃતિ અને વૈવિધ્યતા ક્ષેત્રની સેવા (લંડન)

 BEM

ડો. નઈમ અહેમદઃ ચેલ્સી અને વેસ્ટમિન્સ્ટર NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ અને Selflessના સ્થાપક, સ્વૈચ્છિક સેવા અને હેલ્થકેર ક્ષેત્રની સેવા (લંડન) • નસીમ અખ્તરઃ બર્મિંગહામમાં હેલ્થ, ફિટનેસ તેમજ સ્ત્રીઓ માટે સ્પોર્ટ્સના ક્ષેત્રે સેવા (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ) • સુબ્રમણ્યમ ચેટ્ટિયાર કુગાસેના ચેટ્ટિયારઃ વેસ્ટ લંડનમાં તામિલ કોમ્યુનિટીની સેવા (લંડન) • મુનસિફ દાદઃ રાજકીય ક્ષેત્રે સેવા (એક્રિંગ્ટન, લેન્કેશાયર) • ડો. શિવરામકૃષ્ણન દેવરાજઃ સ્વયંસેવક. હેલ્થ ચેરિટી ફંડરેઈઝિંગ અને જનરલ પ્રેક્ટિસ ક્ષેત્રની સેવા (લંડન) • વલ્લભ કવિરાજઃ યુકેમાં એશિયન મીડિયા અને સાઉથ એશિયન કોમ્યુનિટીની સેવા (લંડન) • સંતોષ દ્વારકાનાથ કુંડીઃ યુકે અને વિદેશમાં શિક્ષણક્ષેત્રની સેવા (લેમિંગ્ટન રોડ, વોરવિકશાયર)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter