મહારાણીના જીવનમંત્ર

વંશ, જાતિ, રંગના ભેદ વિના દરેક વ્યક્તિ આપણો પાડોશી છે

Wednesday 14th September 2022 05:29 EDT
 
  1. વર્ષોથી મને સૌથી ખુશહાલ, સંતુષ્ટ અને પરિપૂર્ણ એવા લોકો લાગે છે જેઓ સૌથીવધુ નિસ્વાર્થ જિંદગી જીવે છે. આપણે દયાના મહાન કૃત્યો કરવામાં સક્ષમ છીએ, ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને લાલચથી બચાવવી જોઇએ.
  2. તે હંમેશા આટલા વર્ષો સુધી મારી શક્તિ રહ્યાં છે અને હું, મારો પરિવાર, બ્રિટન અને અન્ય ઘણા દેશો તે દાવો કરે તેના કરતાં પણ વધુ ઋણી રહ્યાં છે.
  3. જીવન આકરું લાગે છે ત્યારે હિંમતવાન વ્યક્તિ ઝૂકતો નથી અને હાર સ્વીકારતો નથી પરંતુ તે સારા ભવિષ્ય માટે  સંઘર્ષ કરવા વધુ પ્રતિબદ્ધ બને છે. આપણે ખોટું વધારે અને સાચું ઓછું કરીએ છીએ. અંધકારમય મુશ્કેલી પોતાને જ ખાઇ જાય છે અને હતાશા વધુ હતાશામાં ગરકાવ કરે છે
  4. વંશ, જાતિ, રંગના ભેદ વિના દરેક વ્યક્તિ આપણો પાડોશી છે. ઇતિહાસના લેન્સ દ્વારા આપણે આજના સંઘર્ષોને જોવા જોઇએ જે આપણને આવતીકાલની આશા આપે છે. આધુનિક વિશ્વમાં અન્યો પ્રત્યેની આપણી જવાબદારી વધુ મોટી છે તે સમજવું આજના સમયની માગ છે.
  5. સ્પોર્ટ્સ લોકો અને દેશોને એકબીજાની નજીક લાવવાનું અદ્દભૂત માધ્યમ છે. સમગ્ર વિશ્વમાં પોતાના મૂળ ધરાવતી ઇવેન્ટો લોકોને સ્પર્શી જતી હોય છે.
  6. આપણે ભલે અલગ અલગ મંતવ્યો ધરાવતા હોઇએ પરંતુ તણાવ અને મુશ્કેલીના સમયમાં આપણે એ યાદ રાખવાની જરૂર છે કે આપણામાં વિભાજિત કરનારી બાબતો કરતાં એકબીજાને પસંદ પડે તેવી બાબતો ઘણી છે. શંકા અને મૂંઝવણના સમયમાં લોકો દ્વારા તેમના દૈનિક જીવન, કામના સ્થળે અને ઘરોમાં અપનાવાતું વલણ સૌથી મહત્વનું હોય છે.
  7. જ્યારે એમ લાગે કે આપણે હજુ વધુ સહન કરવાનું છે ત્યારે આશા રાખો કે સારા દિવસો પાછા આવશે, આપણે ફરી આપણા મિત્રો સાથે હોઇશું, આપણે ફરી આપણા પરિવારોને મળીશું, આપણે ફરી એકવાર મળીશું
  8. શાંતિ આવે છે ત્યારે યાદ રાખો કે તે આપણા માટે હશે, આજના બાળકો માટે હશે જેથી આવતીકાલના વિશ્વને વધુ સારું અને ખુશહાલ સ્થળ બનાવી શકાય. હું માનુ છું કે યુવા હોય કે વૃદ્ધ આપણે આત્મવિશ્વાસ તથા આશા સાથે ભવિષ્યને જોવું જોઇએ અને ભૂતકાળને ગૌરવથી નિહાળવો જોઇએ.
  9. ભારતીયોની હૂંફ અને આતિથ્ય, ભારતની સમૃદ્ધિ અને વૈવિધ્યતા આપણા બધા માટે પ્રેરણારૂપ છે. આપણા ભૂતકાળમાં કેટલીક એવી મુશ્કેલ ઘટનાઓ બની જે ગુપ્ત નથી. જલિયાંવાલા બાગ એવું જ વિચલિત કરનારું ઉદાહરણ છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter